________________
૨૮૩
* આજે જે મહાન આત્માની જન્મતિથિ છે, તેની જન્મતિથિ આપણે માટે વધુ ને વધુ ચિંતન કરવા જેવી છે. આપણે માત્ર નિના ભોતિક દેહને માનીને જ મીટ માંડીશું તો એનાથી કોઈ દિવસ સમાજજીવન ઉચું નહીં લાવી શકીશું. ભારતમાં અનેક મત છે જન્મ્યા છે અને સમાજરચનાના અનેક પ્રયોગ કર્યા છે. પણ મા ના ગાંધીજી પછી આ પ્રયોગ આરંભાયા તે અદ્દભુત છે. એ પ્ર ગન. મૂળિયાં પૂ. મુનિશ્રીના જીવનમાં કયાંથી આવ્યા ? એ વિષે . પણે એમના જીવનના આ ભકાળથી વિચારવું પડશે.
શ્રાવણ માસમાં પ્રકૃતિ લીલીછમ થઈ જાય છે, ચારે બાજુ હરિયાળી છવાઈ જાય છે. ચોમેર પ્રકૃતિ જાણે વાત્સલ્ય વરની હય એમ લાગે છે. ધર્માક્રયા માટે પણ આ અમૂલ્ય દિવસે છે, અને ખેડૂત માટે પણ શ્રાવણ માસનું મહત્ત્વ વધારે છે. ખેડૂત પિતાના ખેતરની ભૂમિ ઉપરથી જાળઝાંખરાં કાઢી નાંખી સમી કરે છે, નવ બી વાવે છે, ખેતરમાં કોઈ પાકને નુકસાન ન પહોચાડે તેની કજી રાખે છે, અને અનાજ પાક્યા પછી પોતાના કુટુંબને અને જગતને આપે છે. એટલા માટે જ તે જગતને જીવાડનાર જગતાત કહેવા ય છે. આ થઈ ભૌતિક ખેતી કરનાર ખેડૂતની વાત.
આજ શ્રાવણ માસમાં આધ્યાત્મિક ખેતી કરનાર પૂ. મુનિશ્રીને જન્મ થાય છે. તેઓ શી રીતે સમાજના ખેતરમાં વિધવાત્સલ્યનાં બી વાવી, એ ખેતીને કોઈ નુકશાન ન પહોંચાડે, સમાજમાં અનિષ્ટ કે ખોટાં મૂલ્ય ન પેસી જાય, તેની બરાબર ચકી રાખીને, ધર્મતત્વ પી અનાજ કેવી રીતે પકવે છે અને જગતની માતા બનીને જમનને કેવી રીતે આપે છે, તે કમ ઉપર આપણે વિચારીશું.
ધર્મદષ્ટિએ સમાજ રચનામાં ત્રણ ત મુખ્યત્વે છે–સત્ય, શિવ અને સુંદરમ. ૫. મુનિશ્રીને સંવત્ ૧૯૬૦ માં જન્મ થાય છે. નામ શિવલાલ રાખવામાં આવે છે. માતાનું વાત્સલ્ય એમને મળે છે,
એટલે “શિવ' મળ્યું. હવે સત્ય અને સુંદર મેળવવાં બાકી હતાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com