________________
૧૭૨ આવ્યા હતા. તેમણે મહારાજશ્રીને જૈન ધર્મના સિદ્ધાંત અને પરંપરા અંગે માર્ગદર્શન આપવા વિનવ્યું. શિબિરની કાર્યવાહી જેઈને આનંદ પ્રગટ કયો. શિબિર દરમ્યાન બનેલી ઘટનાઓથી શિબિરાર્થીઓનું આચારિક ઘડતર
શિબિર દરમ્યાન જેમ સૈદ્ધાંતિક રીતે વિશ્વદર્શનનો વિચાર ચાલતો હતા, તેમજ વહેવારમાં વિશ્વનાં ઘટના ચક્રો ઉપર વિચાર અને તેમાં ધમને રંગ પૂરવાને યત્કિંચિત આચાર પણ પુ. મહારાજશ્રીની પ્રેરણાથી થતા હતા. એ માટેના કેટલાક પ્રશ્નો સામે આવ્યા.
પહેલે પ્રશ્ન આવ્યો માસ્તર તારાસિંહે ઉપાડેલ પંજાબી સૂબાનો. તે ભારતના અને કોગ્રેસના સિદ્ધાંત (કોમવાર પ્રાંતરચના ન થવી જઈ એ ની વિરુદ્ધ હતો. શિબિર આમ તો આ પ્રશ્નમાં સીધે ન પડે તે દેખીતું છે, પણ વિધવાત્સલ્ય પ્રાયોગિક સંઘ તરફથી એ પ્રશ્ન હાથ ધરાવે તો તેમાં શિબિરાર્થીઓએ પુરો રસ લીધે હતો. આ પ્રશ્નને ઉકેલવા માટે સામુદાયિક અહિંસાના પ્રયાગમાં શિબિરને ફાળે બે કામા આવ્યાં.
( ૧ ) એ પ્રશ્નની સાચી સમજ લોકોમાં ફેલાવવાનું અને ( ૨ ) પ્રાર્થનામય પ્રતીક ઉપવાસ કરનારાઓનાં નામ નોંધી વિ. વા. પ્રા. સંધને આપવા અને પોતે પ્રાર્થનામય સૂવો આચરણ કરવાનું કામ. શિબિરસવાયકોએ આ કામ માટે મુંબઈના જાણીતા શીખ આગેવાનને મળીને આ અંગે તેનું નિવેદન લખાવી સહી લીધા. ઉપવાસીઓનાં નામે નોંધ્યાં. તેમ જ નીચે મુજબ ૫ સૂત્રે દરરોજ પ્રાર્થના પછી ઉચ્ચારતાં હતાં –
(૧) વિશ્વશાંતિ માટે ભારતમાં શુદ્ધ એકય થાઓ અને એજ્ય વિરોધી બળો દૂર થાઓ.
(૨) ઉપવાસે શુદ્ધિ માટે જાઓ અને અશુદ્ધ હેતુનું સાધન મટે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com