________________
ઘડિયાળ સંભાળ્યું તે તે જડયું નહિ. તેઓ તરત જ દોડ્યા અને પેલા ગઠિયાજુવાનને પકડ્યો. ઘડિયાળ તેમની પાસેથી મળી આવ્યું. તેની ઝડતી લેતાં પેન પણ તેના ખિસ્સામાં જ મળી આવી. ત્યાર પછી તેને પકડીને બ્રહ્મચારીજી પૂ. મહારાજશ્રી (શિબિરપ્રેરક) પાસે લાવ્યા અને બધી વાત કરી. વાત કરતાં જણાયું કે એ ઉછરતો જુવાન સૌરાષ્ટ્રને જૈનકુટુંબને હતે. ઘેરથી રિસાઈને મુંબઈ આવી ગયેલ. અને અહીં ગઠિયો થઈ ગયેલું. એને બધી પૂછપરછ કર્યા પછી એણે પિતાની ભૂલ કબૂલી. ત્યાર પછી એ ક્યાં રહે છે, તેનું સરનામું પૂછી, શિબિરાર્થીઓ પૈકી શ્રી. બ્રહ્મચારીજી અને શ્રી. સુંદરલાલ શેફ બને તેના સગાને મળી એને પાછો પિતાના વતને પહોંચાડવાની વિનતિ કરવા અને સાથે લઈને ગયા. મુંબઈમાં એ બને શિબિરાર્થીઓને એક એવા લત્તામાં લઈ ગયા, જ્યાં અપાર ગિદી હતી; અને એક શિબિરાર્થી એની આગળ હતા અને એક પાછળ, તેમાં એ ક્યાંક વચ્ચેથી એક ગલ્લીમાં પેસીને છટકી ગયો. બને શિબિરાર્થીઓએ થોડી વાર તે ગતાગત કરી પણ એને પત્તો ન ખાધે. જો કે પૂ. મહારાજશ્રીએ તેને પિતાના દેશ જવા અને કામે લાગવા માટે પ્રેમથી કહેલું પણ એને કાબૂમાં લેવામાં સ્થૂળ રીતે શિબિરાર્થીઓ નિષ્ફળ નીવડ્યા.
આવા ઘણાં પ્રસંગો શિબિર દરમ્યાન થયા. જેનાથી શિબિરાર્થીઓને ઘણું જાણવા મળ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com