________________
એ જ ગામમાં આઠ જૈન સાધુ-સાધ્વી વિરાજમાન હતાં. બાહ્ય તપસ્યાઓ ચાલતી હતી પણ, સમાજના આ અનિષ્ટ સામે કોઈએ પ્રતીકાર રૂપે કંઈપણ ન કર્યું. માંડમાંડ એક મુંબઈવાસી એને અદાલત સુધી લઈ ગયો પણ ત્યાં સાક્ષી પુરવા-દેવા કોઈ ન આવતાં એ ગૂડ નિર્દોષ છૂટી ગયો.
એટલે આજના યુગે જાતે ઉપદેશ આપીને કે પવિત્ર બનવા કરતાં પણ સતએ ઊંચા ઊઠીને કાર્ય કરવાનું છે. તેમણે નૈતિક સંગઠને અને બળોને કેળવવાની જરૂર છે. એવું બળ નહીં હોય તે પવિત્ર આચરણ કે ઉપદેશની પણ કંઈ અસર નહીં થાય.”
ડે. મણિભાઈ દેવજીભાઈની વાતને ટેકો આપતાં કહ્યું : “તેમની વાત સાચી છે. સંખેડા તાલુકાના એક ગામમાં એક ભાણેજ સામે એક મામાની કુદષ્ટિ થઈ તે બાઈ સામે થઈ તે તેનું કરપીણ ખૂન કર્યું. જે બાઈએ આ દશ્ય જોયું હતું તેનું મેં દાબી દેવામાં આવ્યું. પેલાએ બાઈને કૂવામાં નાખી મડદું બહાર કાઢી—આપઘાતથી મરી છે એમ જાહેર કર્યું. તેમાં ગામના વગદાર લોકોએ તેને ટેકો આપ્યો.
પાછળથી વાત ઉપર ગઈ. સરકારે કેસ ચલાવ્યો પણ પૂરા આપનાર કોઈ જ ન હોવાથી તે છૂટી ગયે. એ તો ઠીક પણ બીજા ભાઈ એ તેને કન્યા આપી અને સમાજમાં તે પ્રતિષ્ઠિત થઈને ફરે છે.
આની સામે સંગઠિત નૈતિક બળ હોય તો અનિષ્ટો ફાલેફુલે નહીં એ ચોકકસ છે.”
શ્રી. મુંજાભાઈએ કહ્યું કે પાલણપુરના કિસ્સામાં મુનિશ્રી સંતબાલજીએ સમાજ શું કરી શકે? આવા પ્રસંગે શું થઈ શકે ? તે અંગે સદેશે. આપ્યો છે. ગુંડાઓ જન્મતા નથી પણ થાય છે, માટે સમાજને જગાડો
જોઈએ. ઘણીવાર પોતાના સ્વાર્થ માટે શ્રીમતો આવા ગુંડાઓને પિતા હોય છે. પણ અનિષ્ટ હંમેશાં અનિષ્ટ હોય છે અને તેનાથી
સમાજમાં નૈતિક મૂલ્યો સ્થપાતાં નથી એ ચોકકસ છે. આપણે તે સામે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com