________________
કરતા, શિબિર વ્યવસ્થા અને ખાસ તો શિબિરનું વહીવટી કામ સંભાળતા.
પ્રિય છોટુભાઈ પણ શિબિર વ્યવસ્થાનું કામ સંભાળતા, અને શિબિરની સવાર-બરની કાર્યવાહીનું ઝીણવટથી શ્રવણ પણ કરતા. શિબિરસવાર-બપોરની કાર્યવાહીની જે સંક્ષિપ્ત નોંધ પાટિયા ઉપર લખાતી, તેની એમના મન પર બહુ સારી છાપ પડેલી. એટલે એમણે પૂમહારાજશ્રીને વિનંતિ કરેલી કે “ આ જ સંક્ષિપ્ત નોંધ જે પુસ્તકરૂપે બહાર પડે તો શિબિર કાર્યવાહીમાંથી લોકોને ઘણું જાણવાનું મળે ! એ રીતે પાછળથી વિશ્વ વાત્સલ્યના ભેટ પુસ્તક તરીકે પૂ. મુનિ નેમિચન્દ્રજીએ સંપાદિત કરેલ “શિબિર પ્રવચનની ઝાંખી ” બહાર પડયું હતું.
બહેન શ્રી મીરાંબહેન રસોડાની વ્યવસ્થા સંભાળતાં, શિબિરની વખતે કાર્યવાહી સાંભળવા બેસતાં. એક વખત શિબિરની ચર્ચામાં ઈસ્લામ ધર્મની સાથે હિંદુ ધમીના બેટી વહેવારની વાત ચાલી, ત્યારે મીરાબહેને શિબિરમાં ચર્ચા કરવાની રજા લઈ એ વસ્તુને પોતાની તેજસ્વી વાણીમાં સખત વિરોધ કરેલો. પણ પૂ. મહારાજશ્રીની વાત્સલ્યમયી ઉદાર દૃષ્ટિની ટકોરને લીધે, એમનો વિરોધ શાંત થઈ ગયો હતો.
ભાલ નળકાંઠાના કાર્યકરો અને બે પ્રાયોગિક સંઘની મિટિંગ વખતે આવી ગયા હતા. તે વખતે શ્રી. ફલજીભાઈ ડાભી, શ્રી. અબુભાઈ મ. શાહ, શ્રી. ગુલામરસુલભાઈ કુરેશી વગેરેએ શિબિરની પ્રવચનચર્ચાઓમાં ભાગ લીધેલો, તેની સારી છાપ શિબિરાર્થીઓ ઉપર પડી; અને સારા અનુભવ મળે. તેમને પણ શિબિરની કાર્યવાહી જેઈ જાણીને સાવ થયેલો.
વિશ્વ વાત્સલ્ય પ્રાયોગિક સંધના કાર્યકર ભાઈઓ તે શિબિર વ્યવસાપક સમિતિમાં હતા. એટલે અવારનવાર શિબિરની કાર્યવાહી જેવા અને જાણવા આવતા કહ્યું. તેમને શિબિર કાર્યવાહીની સંક્ષિપ્ન નૈધ જોઈને ખૂબ આનંદ થતો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com