________________
૨૭૩
પણ શિબિર સહાયક સાથે પણ થતું. આ બધા પ્રસંગોમાં પૂ. મહારાજ શ્રી. સંતબાલજી, પૂ. નેમિમુનિ અને શિબિર સાધક વર્ગના નેતા શ્રી. માટલિયા વગેરેની કનેહભરી સમજાવટ અને અખૂટ વાત્સલ્યથી બધા સમજી જતા અને ભિન્ન ભિન્ન પ્રકૃતિવાળાઓ ભેગા થઈને એક પરિવારની જેમ હળીમળીને રહેવા લાગી જતા.
આ શિબિરમાં રહેવાની વગેરે વ્યવસ્થા થયા બાદ તેના પ્રતિ કેટલું મમત્વ બંધાયું હતું તેને એક દાખલો બ્રહ્મચારી વાસુદેવજીના પ્રસંગ ઉપરથી મળશે. તેઓ મૂળ કથાવાચક હતા. નવરાત્રિના દિવસોમાં તેમણે રજા લીધી અને ચાલતા શિબિરે તેઓ કથા વાંચવા ગયા. ત્યારબાદ રાત્રિનાં પ્રવચને થતાં ત્યારે તેમને બોલવાની બહુ ઉત્કંઠા રહેતી પરંતુ તેમનું સર્વધર્મની દષ્ટિએ વિચારોનું ઘડતર ન થયેલું હેઈને પૂ. મહારાજશ્રીએ એ તક ન આપી. તેથી તેઓ નારાજ થઈને એકવાર તે શિબિરમાંથી જતા રહ્યા. તેમને શિબિરાર્થીઓએ બહુ સમજાવ્યા પણ તેમને લાગ્યું કે તેમની સ્વતંત્રતાને બાધ આવે છે અને તેઓ ન માન્યા અને ત્યાંથી ચાલ્યા ગયા. પણ શિબિરમાં જે આનંદ, રસ તેમજ લહાવો મળેલો તે કયાં બીજે મળે ? એટલે બે દિવસ બાદ પાછા આવી ગયા અને ચાલતી શિબિરમાં બેસી ગયા. એમને સમજાવ્યા એટલે પિતાની ભૂલ બદલ માફી માગીને ફરી દાખલ થયા.
મુંબઈની આબોહવા કેટલાક શિબિરાર્થી ભાઈઓને અનુકૂળ ન પડી. તેમાં શ્રી. માટલિયાજી પણ એક હતા. તેમની તબિયત બરાબર ન રહેવાથી તેમને બીજે સ્થળે રહેવાની છૂટ આપવામાં આવી. નાદુરસ્ત તબિયતના કારણે તેઓ નિયમિત રીતે શિબિરના કાર્યક્રમમાં ભાગ લઈ શકતા ન હતા. ત્યારે શ્રી. દડિયાને શિબિરના રસોડામાં જમવાનું પાવતુ નહીં, તેથી દરરોજ ઘાટકોપર પોતાને ઘેર જતા અને ટ્રેનમાં નિયમિત આવી કાર્યક્રમમાં ભાગ લેતા. એમને એમ પણ હશે કે ધર હોવા છતાં શિબિરના રસોઇ ઉપર કેમ ભાર મુકાયા...!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com