________________
પૂ. મહારાજશ્રી અને પૂ. નેમિમુનિજી ગોચરી લેવા જતા તે પણ ઘણા શિબિરાર્થીઓ માટે આશ્ચર્ય અને જિજ્ઞાસાને વિષય રહે. આ અંગે જિજ્ઞાસુ બંધુઓને ગોચરી શું અને શા માટે ? તે અંગે ખુલાસો કરતા, તેનો સાધુજીવન સાથે અનન્ય સંબધ તેમને સમજાતે.
એક વાત ચોક્કસ હતી કે શિબિરાર્થીઓને પિતાને શિબિરમાં દાખલ થયા અને વિચાર તથા આ ચારના ઘડતરનું જે કાર્ય થયું તેને પૂરો સંતોષ થયે હત–તે તેમણે વિદાય વખતે વ્યક્ત કરેલ ભાવ ઉપરથી જાણી શકાય તેમ છે. અલબત્ત ભિન્ન ભિન્ન પ્રકૃતિના અને કક્ષાના શિબિરાર્થીઓને કારણે અતિસતિષ ન થયો હોય તેમજ કયારેક ઘણાની પ્રકૃતિના કારણે કંટાળો, ગૂંચવણો તેમજ સમસ્યાઓ વગેરે ઊભા થતાં પણ પછી તેનું સમાધાન, નિરાકરણ થઈ જતું અને પછી સહચિંતનને આનંદ પ્રવાહ વહેતે થઈ જતો.
ચાર માસના અંતે સહુને એમ તો અવશ્ય લાગ્યું કે વિષયની વિશદ છણાવટ માટે આટલો સમય બહુ જ ટૂંકો પડ્યો છે. શિબિર-સહાયકે અને શ્રોતાઓ ઉપર પડેલી છાપ :
શિબિરમાં દાખલ ન થયેલા છતાં શિબિરના કાર્યોમાં સહાયક થતાં કેટલાક ભાઈ-બહેને શિબિરની કાર્યવાહીમાં ખૂબ રસ લેતા હતા. એમાં શ્રી. મણિભાઈ, છોટુભાઈ, બહેનશ્રી મીરાબેન, હિંમતભાઈ અજમેરા, શ્રી. મણિભાઈ લોખંડવાળા, ભાલ નળકાંઠાના પ્રયોગના કાર્યકરો અને ખેડૂતો, વિધવાત્સલ્ય પ્રાયોગિક સંઘનાં અને માતૃસમાજનાં કાર્યકર ભાઈ–બહેન વગેરેને ગણાવી શકાય. આ બધા ભાઈ–બહેનોમાં ઘણા નિયમિત કાર્યકરતા, ઘણા પ્રસંગોપાત કાર્યકરતા અને લગભગ બધામાં ખડેપગે કાર્ય કરી છૂટવાની ધગશ દેખાઈ આવતી હતી.
પ્રિય મણુિંભાઈ શિબિરમાં સવારમાં થતાં પૂ. મહારાજશ્રીનાં પ્રવચનો લખતા, અને એને મઠારીને ડુપ્લીકેટરમાંથી કાઢવાનું કામ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com