________________
[૮]
શિબિરની ચર્ચાઓ અને પ્રવચનના વિષયો
દૈનિક કાર્યક્રમ પ્રમાણે પ્રવચન નોંધ વગેરે લખાયાં અને જમણ વગેરે પત્યા બાદ બપોરે શિબિરાર્થી ભાઈઓએ સર્વ પ્રથમ ચર્ચા પ્રારંભ કરી. આવતી કાલથી તે મબદ્ધ વિષયો દિવસ પ્રમાણે આવવાના હતા. તેને કંઇક ખ્યાલ બધાને હતે. આ વિષયો અતિ ટુંકમાં આ પ્રમાણે હતા –
( 1) વિશ્રવાસલ્ય સર્વોદય અને કલ્યાણરાજ : વિશ્વમાં સવંત્ર સુખ, શાંતિ અને કલ્યાણ ઈચ્છતી ત્રણે વિચારધારાઓનો સમન્વય – ટૂંકમાં સાધકના આદર્શ અને વહેવારનો સુંદર સમન્વય રજુ કરતાં જુદા જુદા પેટા મુદ્દાઓ ઉપરનાં પ્રવચને.
(૨) અનુબંધ વિચારધારા : સુસંસ્થાઓને અનુબંધ કરી વિશ્વને ધર્મમય બનાવવાના પ્રયોગને રજૂ કરતા વિવિધ પેટા મુદ્દાઓ ઉપરનાં પ્રવચને.
(૩) સાધુ સંસ્થાની ઉપયોગિતા અને અનિવાર્યતા : વિશ્વને ધર્મમય બનાવવા માટે જે સુસંસ્થાઓને અનુબંધ યોગ્ય માનવામાં આવ્યો છે તેમાં મુખ્ય પ્રેરક સંસ્થા અને અનુબંધકાર સાધુવર્ણના ચુનંદા સભ્યો હોઈને, તે દરેક ક્ષેત્રે કેવી રીતે ઉપયોગી થઈ શકે? તેમજ પિતાની અનિવાર્યતા સિદ્ધ કરી શકે તે માટેનાં પ્રવચને.
(૪) સર્વધર્મ-ઉપાસનાઃ દુનિયામાં વિદ્યમાન બધા ધર્મોનાં સત્ય અને ધર્મસંસ્થાપકને સમન્વય કરી, હદયથી બધા ધર્મવાળાઓને પાસે લાવી; ધર્મને સર્જનાત્મક બળ બનાવવા માટેના પ્રયાસને સમજાવતાં પ્રવચનો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com