________________
૨૩૫
લેનારા પણ અટકી જતાં, અગાઉ જેમને ટૂંક પરિચય આપ્યો છે તે ૧૫ સભ્યો જ આવ્યા. આમાં વધારાના સભ્યો તરીકે નહીં પણ કાર્યની દેખરેખ રાખનારા ત્રણ સભ્યો ઉમેરી શકાય. તે (૧) શ્રી. છોટુભાઈ, (૨) શ્રી. મણિભાઈ પટેલ અને (૩) શ્રી. મીરાંબહેન શાહ. નિવાસ સ્થાનની વ્યવસ્થા
શિબિરાર્થી સાધુ-સન્યાસીઓ, સાધકો અને સાધિકાઓના નિવાસ માટે જુદા જુદા ખડ રાખવામાં આવ્યા હતા. સાધિકાઓને નિવાસ અલગ બીજે માળે હતે. સાધકોને નિવાસ પહેલે માળે જમણું બાજુના બનાવેલ ખંડમાં હતું. સાધુ-સંન્યાસીઓ માટે નિવાસ ડાબી બાજુ બનાવેલ ખંડમાં હતા. વચમાંના ભવનમાં પ્રવચન, ચર્ચા વિચારણા માટેનું સભાસ્થળ રાખવામાં આવ્યું. ત્યાં ગળાકાર બેઠક રાખવામાં આવી હતી. બધા શિબિરાર્થીઓ ગોળાકારમાં બેસે અને સાધુ-સંન્યાસીઓ સવિશેષે પોતાના આસને નાના પાટલા ઉપર બેસે. પ્રવચન અને ચર્ચામાં બહારના સથ્રહસ્થો શ્રવણ નિમિતે આવી શકે તેની છૂટ હતી. પણ તેમને શિબિરાર્થીઓની ગોળાકાર પરિષદથી બહાર બેસવાની વ્યવસ્થા રાખેલી. દૈનિક કાર્યક્રમ :
દૈનિક કાર્યક્રમ આ પ્રમાણે રાખવામાં આવ્યો હતો. લગભગ પાંચ વાગે શિબિરાર્થીઓને જાગી જવાનું અને આવશ્યક કાર્યો પતાવવાના. ૫-૪૫ વાગે પ્રાર્થના અને પછી છે. મુનિશ્રી સંતબાલજીનું પા કલાક પ્રસગક ચિંતનાત્મક પ્રવચન. તેમાં સહુએ ભાગ લેવાનું. પછી આઠ વાગ્યા સુધી પ્રાતઃ જલપાન, ગૃહસ્થી તથા સંન્યાસીઓનાં સ્નાન વગેરે... ૮ થી ૧૦ સુધી પ્રવચનો. પણે કલાક મુનિશ્રી સંતબાલાજીનું અને પોણા કલાક . નેમિમુનિ કે અન્ય કોઈ ભાઈનું પ્રવચન. પછીના સમયમાં પ્રવચનસારની નકલો કાઢવાનું, પ્રવચનસાર પાટિયા ઉપર લખેલ ઉતારવાને, પત્ર વ્યવહાર કરવાને, વાંચનને કાર્યક્રમ રહે. જમણ–વિશ્રાંતિ પછી બપોરના રા થી કા સુધી સવારનાં બે મુદ્દાના પ્રવચન ઉપર શિબિShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com