________________
ર૪૩
બહુ જરૂર છે. આજની ભાષામાં કહું તે શાંતી સૈનિકોની આપણું રાષ્ટ્રને ઘણી જરૂર છે.એ જેટલા પ્રમાણમાં વધે તેટલા પ્રમાણમાં આપણે દેશ ભાગ્યશાળી બનશે.
આ શિબિર ચાતુર્માસ માટે છે. આપણા દેશમાં જૂના કાળમાં અમૂક સમયે સત્સંગ થતો. ઉપનિષદ કાળમાં જંગલમાં વસતા ઋાપ મુનિઓ (અરણ્યકે) અરણ્યમાં અમુક સ્થળે ભેગા થતા. ચોમાસામાં વરસાદ વરસતો હેઈ, કયાંયે કરી શકાય એવું રહેતું નહીં; તેવે સમયે તેઓ ચાર માસ એક સ્થળે રહી ચિંતન-મનન કરતા અને આઠમાસ માટે ભાતુ ભેગું કરતા. હવે આ પ્રથા તુટી છે. માણસે ચોમાસામાં પણ ભાગ-દોડ કર્યો જાય છે. એટલે સમાજમાં હવે શ્રેષ્ઠ જીવનવાળા અને ન્યાય નીતિમાન લોકો ઓછા પાકે છે. એટલે સમાજની ટેવ સુધરતી નથી.
માણસ માત્ર અન્નથી છત નથી પણ પ્રેમથી જીવે છે. પ્રેમ ક્યારે મળી શકે? જ્યારે માણસના જીવનમાં સુટેવોને વધારે થાય. એને પગલે સુખ આવે, શાંતિ આવે. સમાજમાં જેટલા પ્રમાણમાં કુટેવો વધે તેટલા પ્રમાણમાં દુઃખ વધે. આ સુટે વ્યાપક શિક્ષણથી જ વધી શકે છે.
સંસ્કારી મા-બાપને ત્યાં બાળક જન્મે છે તે લોકો એમ માને છે કે બાળકમાં ઉપરના સંસ્કારો રેડી દઈએ એટલે તે સંસ્કારી થઈ જશે. “આમ ન બોલાય ! આમ ન ખવાય!” વગેરે સંસ્કારે તેઓ રેડ રેડ કરે છે. આમ કંઈ સંસ્કાર સાચવવાથી સચવાય છે? તેને સાચવવા માટે સાચું જ્ઞાન જોઈએ..
બાળક જન્મે છે ત્યારે પિતાનું ભાતું (પૂર્વજન્મ સંસ્કાર) સાથે લઈને આવે છે. આદિવાસીઓનાં બાળક વગર સમજે સંસ્કારી થાય
૨. પછી તેમને સંસારની ટેવની સાથે જ્ઞાનની જરૂર રહે છે. તેમને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com