________________
૨૧
પૂજ્ય સંતબાલજી કર્તવ્યપરાયણ, નીડર, વિદ્વાન સાધુપુરુષ છે. તેમના પ્રવચને, રામાયણ વગેરે ગ્રંથો તેમની વિદ્વતાની સાક્ષી પૂરે છે. ભાલનળકાંઠા વગેરે સ્થળોમાંનું તેમનું રચનાત્મક કાર્ય સમાજ પ્રત્યેનું પિતાનું ઋણ અદા કરવાની તમરતા બતાવે છે. સાંપ્રદાયિક અર્થમાં હું ન નથી પણ મારી નમ્ર માન્યતા છે કે સાધુ પણ સમાજમાંથી ઉદભવ છે, અને આત્મસાધનાની સાથે સાથે સમાજનું ઋણ અદા કરવાની ફરજથી તે મુક્ત નથી. સંન્યાસીઓ તો આ ભારત દેશના સંસ્કૃતિવાહકો છે. આવા સંતબાલજીનું–આત્મીયજન હોવા છતાં-આજે સ્વાગત કરૂં તો હું મારી ફરજ જ બજાવું છું તેમ માનીશ. અસ્તુ.
દરેક યુગમાં બનતું આવ્યું છે તેમ પરિવર્તનશીલ યુગમાં આપણે સમાજમાં પણ પલટો આવી રહ્યો છે. આપણી રહેણીકરણી, રીતરિવાજ, જીવનનાં મૂલ્યાંકનો પણ એક રીતે બદલાઈ રહ્યાં છે. સમાજનાં બાઘ વસ્ત્ર જેવા રીતરિવાજ બદલાય છે તે સમજી શકાય તેવી વાત છે. પણું તંદુરસ્ત સમાજનો આત્મા વિકૃત થતું હોય કે લુપ્ત થતું હોય ત્યારે આપણાં જીવન-મૂલ્યાંકન સ્થિર છે કે નહિ તે પ્રશ્ન સંશોધન-વિચારણા માંગી લે છે. તે વિચારણા કોણ કરી શકે? જેમનું ચિત્ત શાંત છે, સંસારના મેહથી જેમને દિમાફ અલિપ્ત છે, જેમની દૃષ્ટિ ઊર્ધ્વગામી અને ચેતનવંતી છે–તેવા સાધક-સાધિકાઓ કે સંન્યાસીઓ જ તે વિચારણા કરી શકશે.
તે સહુને એકત્ર કરવા શિબિર યોજાઈ છે. જે અનિષ્ટ તત્ત્વોની પ્રતિષ્ઠા મેર જામી છે તેને ઉકેલ સાચા અને વ્યાપક ધર્મ સિવાય બીજે છે ડેય? આપણા સાધુવર્ગે ભૂતકાળમાં આત્મસાધના સાથે સમાજ કલ્યાણમાં પણ રસ લીધો છે. માત્ર આત્મસાધનામાં એપ સમાજ ભૂતકાળમાં આમણુ આગળ નમી પડ્યો અને પરિણામે સમાજકલ્યાણ તો ગયું, પણ આત્મસાધના પણ નષ્ટ પામી.. સાચા ધર્મને સમાજની તંદુરસ્તી સાથે ગાઢ સંપર્ક છે. આ દૃષ્ટિથી વિચાર
- ૧૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com