________________
લોકસેવક-રચનાત્મક કાર્યકર રૂપી આધુનિક બ્રાહ્મણ અને સાધુ સંન્યાસી રૂપી શ્રવણની સાંકળ બાંધવાની ઉજ્જવળ આશા ઊભી થઈ હતી. આ શિબિર અને ત્યાર પછી એક ને યુગાનુરૂપ વિચાર પ્રવાહ શરૂ થતાં, અનેક મરજીવા રનોને તારવી શકાશે અને તેઓ આ વિભિન્ન પ્રવાહમાં વેડફાઈ જતી મહાન સાધુ શક્તિને એક બાંધમાં બાંધી તેને લોકોપ ગી બનાવી શકશે એમ લાગ્યા વગર રહેતું રહ્યું.
એટલે શિબિરમાં પ્રત્યક્ષ ભાગ લેવા માટે જે કે ઓછા સભ્યો તૈયાર થયા હતા પણ તેની તરફ સૌની મીટ મંડાઈ હતી. કેટલાકને એમાં ઘણી મોટી આશા હતી કેટલાકને કૂતુહલ હતું પણ તેના સકે માટે તે યુગના આહવાનને વિનમ્ર પહેલે પ્રત્યુત્તર હતું.
તા. ૧૪-૭-૬૧ ના ભાટુંગાની ગુર્જર વાડીના શિબિર સ્થાનમાં લોકો એટલી સારી સંખ્યામાં ઉપસ્થિત થયા હતા કે તેને ભીડ કે ધસારો જ કહી શકાય. બધાના મનમાં આ શું છે? તે પ્રશ્ન રમત હતા.
શિબિરને પ્રારંભ ૮-૩૦ વાગે થવાનું હતું. ૮ વાગેથી માણસે ઊભરાવવા શરૂ થયા. શિબિરાર્થીઓ માટે વચમાં બેસવાની વ્યવસ્થા હતી. આજના મુખ્ય મહેમાન શ્રી. રવિશંકર મહારાજ હતા. તેમના હસ્તે શિબિરનું ઉદ્દઘાટન થવાનું હતું. તે ઉપરાંત ભારત સાધુ સમાજના માજી પ્રમુખ સ્વામીજી થી. અખંડાનંદ સરસ્વતી પણ આ પ્રસંગે પધાર્યા હતા. નરનારાયણ મંદિરવાળા બ્રહ્મચારિણીજી બહેન શ્રી. પાર્વતીબાઈ (જેમને સંન્યાસીની કહી શકાય) પણ હાજર હતાં. સહુ રસપૂર્વક શિબિર અંગે પૂછપરછ કરતાં હતાં.
૮-૩૦ વાગે શિબિરને શુભારંભ થયો.
સર્વ પ્રથમ શ્રી. મીરાંબહેને આ આવો ઊડીએ પંખીડાં એ પ્રેરક ભજન ગાયું. ત્યાર બાદ એક શિબિરાર્થી સાધક શ્રી. પુંજાભાઈ કવિએ “મિલાના વિરહ વ્રત ઉપર રચેલું પિતાનું કાવ્ય પિતાના સુમધુર કંઠે ગાઈ સંભળાવ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com