________________
૨૫૦
આવી એાછી આવકમાંથી બાળકને કેવી રીતે સાચવીએ કે ઉછેરીએ? કેવી રીતે સુંદર છવીએ ? આજે આપણે દુઃખને પાર નથી. પણ હું તમને મારી નમ્ર સલાહ આપીશ કે રૂપિયાથી કોઈ દહાડે છવાય નહીં, રૂપિયે વધે એટલે ખર્ચ વધે અને ખર્ચ વધે એટલે પાપ થાય.
ગીતામાં વેગ ક્ષેમની વાત આવે છે. હું એને સમાજની દષ્ટિએ ઘટાડું છું કે યોગની શક્તિ પુરૂષના હાથમાં છે તે ક્ષેમ શક્તિ સ્ત્રીના હાથમાં છે. આવક ઓછી હોય તો પણ તેનાથી ચલાવવાની ક્ષેત્રકળા બહેને માં હેવી જોઈએ. કઈ વસ્તુને, ક્યા ખર્ચને કાઢવું અને ક્યાને રાખવું એનું સુંદર આયોજન કરશે તે હિંદુસ્તાનને અને વિશ્વને પ્રેરણા મળી શકશે.
છેલ્લે હું આશા રાખું છું કે આવો પ્રવાહ દર વર્ષે વહ્યા કરશે અને સાધુ સન્યાસીઓ અને સાધક-સાધિકાઓ એમાં સ્નાન કરી પિતાની જાતને શુદ્ધ બનાવી સમાજ શુદ્ધિ કરી શકશે.
સ્વામી શ્રી અખંડાનંદજીનું પ્રવચન
શિબિરના ઉદ્દઘાટન પ્રસંગે ખાસ હાજરી આપવા માટે આવેલા ભારત સમાજના પ્રમુખ સ્વામી શ્રી અખંડાનંદજી સરસ્વતીએ ત્યાર બાદ પિતાનું હિંદીમાં પ્રવચન કરેલું તેને ગુજરાતી સાર અહીં આપવામાં આવે છે –
શ્રી સંતબાલજી મહારાજ તે અહીં વિરાજે જ છે. રવિશંકર મહારાજનું નામ સાંભળ્યું હતું. આજે તેમનાં દર્શન કરીને મન બહુજ પ્રસન્ન થયું છે.
આપ સહુ જાણે છે કે ભલે સામાન્ય લોકો હોય કે સાધક હોય, ચારિત્ર્ય શુદ્ધિ અને વહેવાર શુદ્ધિની દરેકને જરૂર છે. જગતના આદિકાળથી જેટલા ધર્મસંપ્રદાયો બન્યા છે તે બધામાં સિદ્ધાંતો અને માર્ગો અંગે મતભેદ હશે, પણ માણસે સચ્ચરિત્ર થવું જોઈએ એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com