________________
રર૬
શિબિરમાં ભાગ લેતાં સભ્યોની શિબિર દરમ્યાન થનાર ચર્ચા વિચારણું તેમને દેશની વિકસતી જતી પ્રવૃત્તિઓના રચનાત્મક રીતે પોતાનો યથાશક્તિ ફાળો આપવા પ્રોત્સાહક નીવડશે. શિબિરને અમારી શુભેચ્છાઓ છે. –ડે. જીવરાજ મહેતા (ભૂ પૂ. મુખ્યપ્રધાન ગુજરાત રાજય)
–જે વિચાર વિનિમય તેમ જ અન્ય કાર્ય શિબિરમાં થઈ રહ્યું છે તે માટે મારી શુભકામના અર્પિત છે.
–પુરૂષોત્તમદાસ ટંડન (ભૂ.પૂ. કેગ્રેસ પ્રમુખ) –હું આપના આ શિબિરની સફળતાની કામના કરું છું. –શ્રીમન્નારાયણ અગ્રવાલ યેજના કમીશન નવી દિલ્હી
-સાધુ સંન્યાસીઓનો પ્રભાવ જેમ આધ્યાત્મિક દૃષ્ટિએ પડે છે તેમજ સામાજિક જીવનમાં પડે એ ખ્યાલથી શિબિર અત્યંત ઉપયોગી થઈ પડશે. વિશેષ કરીને આપનાં માર્ગદર્શન નીચે ચાલશે તે કારણસર. –વૈકુંઠભાઈ લલ્લુભાઈ મહેતા-મુંબઇ (ભૂ પૂ. પ્રધાન
મુંબઈ રાજ્ય) –શિબિરના આયોજનની વાત તે “અતિ ઉત્તમ છે. કેટલાક સદ્દવિચારક ગૃહસ્થોને પણ આવાં શિબિરમાં સામેલ કરવા જોઈએ જેથી ગૃહસ્થ કહી શકે કે તે સાધુ સમાજ અને વર્તમાન કાળે શું વિચારે છે. –ફુલચંદ્ર બાફના (ભૂ , રાજસ્થાન પ્રાંતના મંત્રી, સાદડી)
–જે શિબિરને પ્રારંભ મુનિશ્રી સંતબાલજી કરી રહ્યા છે તે પિતાને ઉદ્દેશ સાધી શકશે કારણ કે તેની પાછળનો વિચાર પ્રાણવાન છે. પરમાત્માને એ જ પ્રાર્થના છે કે બધું કામ સફળ થાય.
–ોકળભાઈ ભટ્ટ જયપુર રાજસ્થાનના સુપ્રસિદ્ધ કાર્યકર્તા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com