________________
૨૩૧
વિદેશથી આવેલ સદેશાઓ –આપ સાધુ-સાધ્વી તથા શ્રાવકો માટે શિબિર કાર્યક્રમ શરૂ કરવાના છે તે સમાચારથી ખૂબ જ હવે થાય છે. તે માટે તે જનસમુદાય આપને જેટલો આભાર માને તેટલો ઓછો કહેવાય. મુંબઈ શહેરના રહેવાસીઓ માટે તે આ સુંદર તક છે...
આપના આ નવા પ્રયોગને ઝળહળતી ફત્તેહ મળે તેવું ઈચ્છું છું. અને ઈશ્વરને પ્રાણું છું કે મુંબઈની પ્રજા આ નવા આદર્શને હર્ષભેર આવકારે.
–ઈદુબેન ખેતાણી, અમેરિકા –આપણી શિબિરમાં પાંચ-દશ સાધુઓ આવ્યા હોય તો પણ શું છે? સાચા સાધુ-સાધ્વીઓ હમેશાં થોડા જ હોય છે. છૂટા છવાયા પિતાને સૂઝે એ રીતે જ્યાં ત્યાં કાર્ય કરી રહ્યા છે. બધાએ સંગઠિત થઈ એક કાર્યક્રમને અમલમાં મૂકવાની અતિ આવશ્યકતા છે.”
–ભગવાનજી પુરૂષોત્તમ પંડયા-રંગુન (બર્મા) –સાધુ-સાધ્વી સેવક તથા સેવિકાન શિબિર શરૂ કરવાના છે તે જાણી ખૂબ જ આનંદ થશે. આ પ્રવૃત્તિ આપણું સમાજ માટે ખૂબ જ આવશ્યક છે. અને હું માનું છું કે તેનાથી સમાજમાં જાગૃતિ આ ઉપરાંત નૈતિક સંગઠન પણ થશે.
–બળવંતભાઇ – અમેરિકા પત્રકારોને મત –આપના શિબિરથી સમાજને પ્રગતિશીલ વિચારોને નવી દિશા મળશે અને સાધુ-સાધ્વીઓમાં વ્યાપ્ત જડતાને વિનાશ થશે એવી અપા. સહેજે થાય છે. આપ જેવા કર્મઠ અને જીવંત વ્યક્તિ પિતાના પ્રયને વડે હમેશાં સમાજને લાભાન્વિત કરે છે, અમે લોકો બધી રીતે આપની સાથે છીએ.
સતીશકુમારજી. સંપાદક-“આચાર”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com