________________
૨૨૯
–આપે સાધુ સાધ્વી શિબિરનું કરેલું આયોજન બહુ જ જરૂરનું અને સામયિક છે.
–યંતિલાલ મકર : મંત્રી મુંબઈ જીવદયા સંઘ –સાધુ-સાધ્વી શિબિરની શરૂઆત થશે એ જાણ્યું. મહિનાઓથી આપ એ અંગે વાતાવરણ તૈયાર કરી રહ્યા છે એટલે આશા રાખું છું કે ત્યાં જે આવશે એ પૂર્ણ વિચાર કરીને આવશે અને શિબિરને પૂરેપૂરો લાભ ઊઠાવશે...સત્સંગ દ્વારા વિચાર કેળવણી જેવું ઉત્તમ કાર્ય પિતે જ આશિર્વાદ રૂપ છે. એમાં અમારા અંતરની શુભેચ્છા છે. સમાજ ઘડતરમાં આ નિમિત્તે એક નવું બળ સંગઠિત થશે એવું લાગે છે.
–બબલભાઈ મહેતા, થામણુ.
ગુજરાતના જાણીતા સેવક. –મહારાજે ધારેલ શિબિર ઈશ્વર કૃપાએ પાર પડશે. તે (કાર્ય) પાંગરશે પણ ખરું. પરંતુ તેનાં મૂળિયાં કૂટતાં, જડપકડતાં અને વૃક્ષ બનતાં તે કેટલાયે જાણ્યાં અજાણ્યાં બલિદાને તે માંગશે.
ઈસ્લામમાં એક કહેવત છે:-“ ઈસ્લામ જિંદા હોતા હૈ હરકરબલા કે બાદ.” નિખાલસ સત્યવાદી વ્યક્તિઓ પોતાના કાર્યમાં જે સફળતા પ્રાપ્ત કરે છે તે સાધારણ પ્રકારની હોતી નથી. સંભવ છે કે પામર મનુષ્યની ટુંકી દૃષ્ટિએ તેને તે નિષ્ફળ જણાતી હેય. પણ એ જ નિષ્ફળતા ભાવિ સફળતાનું એક પછીનું એક પગથિયું છે. મહારાજશ્રીએ જે ભગીરથ કાર્ય માથે લીધું છે તે પાર પડે એવી પ્રભુ પાસે પ્રાર્થના છે કારણકે અહીં જગતની શાંતિને સાચે પદાર્થપાઠ મળવાને છે.
–ગુલામ રસુલભાઈ કુરેશી : જાણીતા કાર્યકર
અને ભા. ન. પં. પ્રા. સઘના પ્રમુખ સાધુ-સાધ્વી શિબિરની યોજના બહુ વિશાળ લાગે છે. તેમાંથી થોડી પણ સફળ કરી શકાય ને ઘણું મોટું કામ થશે.... Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com