________________
૨૧૯
સાધનાના પથ ઉપર ચાલવા માટે આપનામાં નિર્મીક વીરતા હોવી જોઈએ. દુર્દમનીય સાહસ, પૂર્ણ સત્યતા, સર્વાગી આત્મસમર્પણ આ પથ ઉપર અગ્રસર થવા માટે અનિવાર્ય છે.
–શ્રી માતાજી, અરવિંદાશ્રમ પડીચેરી – આપને આશય ઊગે છે અને દેશકાળ પ્રમાણે (સાધુ-સાધ્વી શિબિર) જરૂરી છે.
– સ્વામી શ્રી મહેશ્વરાનંદજી –આપના માર્ગદર્શનમાં સાધુ તથા સાધ્વીઓને એક શિબિર ચાલશે એ સામાચાર આનંદદાયક છે. સત્સંગમાં રહી સાધુ-સાધ્વીઓ ( પ્રથમ તે) માનવધર્મ શીખે એજ અભિલાષા છે.
-- શ્રી સુરેંદ્રજી, સમન્વયાશ્રમ બોધગયા – વર્તમાનકાળમાં આવાં શિબિરની ઘણી જ જરૂર છે. આપણા દેશમાં અનેક ધર્મ, પંથ, જાતિઓ અને ભાષાઓ છે. એટલે વિભિન્ન ધમાં તથા સંપ્રદાયના અનુયાયીઓ અને વિભિન્ન પ્રાંતના અને ભાષાના લોકોને એકત્રિત કરવાની અને તેમનામાં એક્ય સ્થાપિત કરવાની ઘણી જરૂર છે. એટલું જ નહીં આપણા દેશમાં તેમજ વિદેશમાં પણ આધ્યાત્મિક અને નૈતિક સ તથા મૂલ્યોને પ્રચાર કરવું બહુ જરૂરી છે. વિભિન્ન ધર્મ-જાતિઓની સંકીર્ણતાની સીમાને બાંધી તેમજ વ્યાપક અને વિશાળ દષ્ટિકોણ રાખી આપસમાં બધુભાવ રાખતા સર્વાગી પ્રગતિ પથે આગળ વધાય એજ આપણું ધ્યેય હેવું જોઈએ.
આશા છે કે આપના આ શિબિર દ્વારા આ મહત્વનું કાર્ય સંપૂર્ણ થશે અને ભાતૃભાવનાની વૃદ્ધિ થશે. આપના આ મંગળ કાર્ય માટે શુભેચ્છા પ્રગટ કરું છું અને ભગવાનને પ્રાર્થના કરું છું કે તેમની ઉપાથી આપનું ધ્યેય સફળ થાય.
–સ્વામી ભારેશ્વરાનંદજી, અધ્યક્ષ
રામકૃષ્ણ આશ્રમ નાગપુર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com