________________
૨૨૦
–સાધુ-સાધ્વી શિબિર, સાધુ-સાધવીમાં આત્મસુધારણ અને સંગઠન સાથે, ધર્મનીતિને આગ્રહ સેવે તોયે શું? સમાજને સાંસારિક સ્વાંગ બદલી શકવા હાલના બંધારણીય યુગમાં તે (સાધુ-સાધ્વી) અશક્ત જ રહેશે. એટલે તે શક્તિ તેઓમાં શિબિર વડે ભરી શકાય તે ઘણું ઉત્તમ કાર્ય થાય.
–સ્વામી શ્રીભદ્રજી, “પ્રાર્થનાસંઘ સૂરત
જેવો યુગ આવી રહ્યો છે તે પ્રમાણે સાધુસંસ્થા સંકટમાં છે...!
..આ સમાજ, દેશ અને દુનિયા માટે ઘણું મોટું દુર્ભાગ્ય છે, એટલે જરૂર છે સુધારે કરવાની. આ દિશામાં શિબિર કંઈક ને કંઈક ઉપયોગી થશે, એવી પૂરી આશા છે. આ શિબિર વધારેમાં વધારે વ્યાપક બને એમ ઈચ્છું છું.
–સ્વામી સત્યભક્તજી, સંસ્થાપક: – સત્યસમાજ વર્ધા
આ સાધુ-સાધ્વી શિબિરની ઘેાજના એક સારો વિચાર છે. હું આશા કરું છું કે જનસેવકો અને સાધુ-સંન્યાસીઓ વચ્ચે તે એક પુલનું કામ કરશે.
સંત વિનોબાજી, ભૂદાન આંદોલન પ્રવર્તક
-રામાનંદ સંદેશ વડે સાધુ-સાધ્વી શિબિરનું આયોજન વાંચી આનંદ થયો. આ યુગમાં આવાં શિબિરોની દેશને જરૂર છે. –સ્વામી રામકુમારદાસજી મહારાજ- સૈજપુર બધા,
(અમદાવાદ)
જૈન સમાજ તરફથી મળેલા સંદેશાઓ
–પ્રસન્નતા થઈ કે એક ચાતુર્માસિક સાધુ-સાધ્વી શિબિરનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com