________________
૧૭૪
પણ, આજે સ્વરાજ્ય મળવા છતાં ઉપલા અને બોલકા લોકોનું રાજ્યમાં જેટલું ચાલે છે, તેટલું મધ્યમવર્ગનું, મહિલાઓનું અને ગામડાંનું સંભળાતું નથી. લાંચરૂશ્વતને સડો વધી ગયું છે. વેપારમાં બેઈમાની, શોષણ, ભેળસેળ અને કાળા બજાર ફેલાયો છે. સમાજમાં નીતિભ્રષ્ટતા અને ચારિત્ર્યહીનતા વધી ગઈ છે. દેશમાં કોમવાદ, પ્રાંતવાદ અને સંકીર્ણતા ઊભી થઈ છે. ધર્મને નામે દંભ, પાખંડ, વહેમ અને અનાચાર વધ્યા છે. ચારિત્ર્યને બદલે ચમત્કાર અને છેતરામણની બોલબાલા છે. જાતમહેનત, સ્નેહ અને સેવાને બદલે ધન અને સત્તાની પ્રતિષ્ઠા ચેમેર જામી છે. આ બધાં દૂષણોને અટકાવવાની જવાબદારી ધર્મગુરુઓની છે. જેને માટે તેમણે પૂર્વોક્ત ઉપાય વડે વ્યવસ્થિત પ્રયત્ન કરવાને છે.
(૪) લોકશાહીનું માળખું ખૂબ વધતું જઈ રહ્યું છે. ગામડે ગામડે પંચાયતો, સહકારી મંડળીઓ તેમ જ બીજાં કામો સરકારી તત્ર વડે ચલાવવામાં આવે છે. પણ એથી ગામડાનું જીવન ઊલટું વધારે છિન્નભિન્ન, દ્વેષપૂર્ણ અને મોટે ભાગે રાહતવૃત્તિનું થઈ રહ્યું છે. કારણ કે આ પ્રવૃત્તિઓમાં યોગ્ય ઈમાનદાર અને પ્રભાવશાળી વ્યકિતઓ બહુ જ ઓછી છે. મોટા ભાગના માથાભારે, દાંડતા અને તક સાધુ લોકો જ પિસી ગયા છે. એટલે સાધુ વર્ગે પિતાની યોગ્ય પ્રેરણશકિતના પ્રભાવે આ અનિષ્ટોને દૂર કરાવવાં જોઈએ, તેમ જ ઠેર ઠેર આ બધી પ્રવૃત્તિઓની સંસ્થાઓમાં ગ્રામસંગઠનના યોગ્ય પ્રતિનિધિ નીમાવીને આ અદીઓને અટકાવવી જોઈએ.
(૫) જ્યાં જ્યાં અન્યાય, અત્યાચાર, શોષણ, અનીતિ વગેરેના પ્રશ્નો આવે ત્યાં ત્યાં સાધુ વર્ગે લવાદ અગર તે સામુદાયિક શુદ્ધિપ્રયોગ દ્વારા તેમને ઉકેલાવા જોઈએ.
(૬) સમાજ, જતિ-કોમ, તેમજ ધર્મ સંપ્રદાયમાં પ્રચલિત અંધવિશ્વાસ, વહેમ, કુરૂઢિઓ કે કુરીવાજોને દૂર કરવા પ્રયત્ન કરવો જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com