________________
આ બન્નેમાં એક અશ્રદ્ધાની દિશા છે, જ્યારે બીજી સંકુચિતતાને ટકાવવાની દિશા છે. સત્ય અહિંસાની જરૂરિયાત વિષે તે જૈન અને વૈદિક બન્ને સંપ્રદાયનાં સાધુસન્યા-સાધ્વીએ એક મત છે. તે પછી સત્ય, અહિંસા અને નીતિ વ્યક્તિગત અને સમાજગત જીવનમાં આ શી રીતે આવી શકે, તેના પ્રશિક્ષણતી જરૂર સાધુસંન્યાસીઓને પહેલી તકે નથી તો કોને છે ? એટલે શિબિર માત્ર સાંભળવા, શીખવા જ નહિ, બલકે માનવજાતની શ્રદ્ધાપાત્ર વ્યક્તિઓ-સાધુસાધ્વીઓ દ્વારા નિઃસ્પૃહી રીતે બધાં ક્ષેત્રોમાં શુદ્ધ ધર્મતત્વોને પ્રવેશ કરાવીને, આચરાવવાની ઘડી આવી લાગી છે, એટલે આવી ક્રાંતિની મસાલ ધરનારા ધર્મ સંસ્થાના અગ્રણીઓને તૈયાર કરવા માટે સાધુસાધ્વી શિબિર અનિવાર્ય છે. સર્ભાગે આ દેશમાં ગાંધીજીએ આપેલા પ્રકાશ પછી આ બન્ને દિશાના લોકો સંખ્યામાં ઘટી ગયા છે. તપત્યાગથી ઘડા અને આર્થિક, સામાજિક, રાજકીય અને સાંપ્રદાયિક ક્ષેત્રનાં અનિષ્ટ સામે અખંડ રીતે ઝઝૂમતો નાનકડે પણ સમાજ માલનળકાંઠા પ્રાગને લીધે ગુજરાત અને મુંબઇમાં ઊભો થયો છે, એના પ્રયોગકારને લીધે તેજસ્વી સાધુસાધ્વીઓનું પણ એ ક્રાંતિમાર્ગમાં આકર્ષણ થયું છે. એટલા માટે જ એક સ્થા. જૈન સાધુએ આ ઉદ્દગારો કાઢયા હતા કે “ગાંધીજી આગળ નીકળી ગયા, આપણે પાછળ રહી ગયા. ગાંધીજીએ જે કર્યું તે આપણે કરવું જોઈતું હતુ.” એટલા માટે જ કોઈ પણ યુગ કરતાં આ યુગે શિબિરની અત્યન્ત જરૂર છે; સમય પણ એને માટે વિશેષ અનુકૂળ છે; એમ લાગ્યું અને સમયના એંધાણ પારખીને જ એક જનસેવકે શિબિરથી બે-એક વર્ષ પહેલાં મુનિશ્રી સંતબાલજી મહારાજ આગળ એ વિચાર મૂક્યો કે “હવે સાધુસાધ્વી શિબિર યોજવાનો સમય પાકી ગયો છે; આમ આના ઉપર ગંભીરતાથી વિચારો.” આ પછી અનેક સાધુસાધ્વીઓના અભિપ્રાયો ઉપરથી, અનેક વિચારક સંગ્રહસ્થ ભાઈબહેનના સુઝાવ–પરામર્શ ઉપરથી એમ લાગ્યું કે સાધુ-સાધ્વીઓ માટે શિબિરનું આયોજન
આવતે વરસે એટલે કે સન ૧૮૬૧ ના ચાતુર્માસમાં કરવાની જરૂર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com