________________
૨૦૪
સામાજિક પ્રવૃત્તિઓનો અભ્યાસ કરેલ. અમદાવાદથી મુંબઈ વિહારમાં મુનિનેમિચન્દ્રજી સાથે જોડાયેલા અને પછી વિશેષ તાલીમ લેવાની ઈચ્છાથી સાધુસાધ્વી શિબિરમાં દાખલ થયા. સરનામું –બળવંતરાય ન. મહેતા, મુ. વળાવડ, પ. શિહેર
જીલ્લા ભાવનગર (સૌરાષ્ટ્ર ). ૮ શ્રી દેવજીભાઈ શાહ
મૂળ ભચાઉ ( કચ્છ ) ના વતની. સ્થાનકવાસી જૈન પરંપરાને લીધે પૂ. મુનિશ્રી સંતબાલ જી મ. જ્યારે સન ૧૮૫૩માં કચ્છ પધાર્યા ત્યારે એમની વિચારધારા તરફ આકર્ષણ થયેલ. સારી પેઠે પૂ. મહારાશ્રીની વિચારધારાનો અભ્યાસ કર્યો. હાલમાં ત્યાં પિતાના કાપડના ધંધા અને થોડી ખેતી છે; તથા ભચાઉ તાલુકા ખેડૂતમંડળ ચલાવે છે. ગામડાનાં પ્રશ્નો લઈને નૈતિક દ્રષ્ટિએ ઉકેલવા મથે છે. ખૂબ જ ઉત્સાહી અને ખંતીલા જુવાન છે. આ વિચારધારા અને સર્વાગી પાપક દષ્ટિને ઊંડાણથી અભ્યાસ કરવા માટે અને ભવિષ્યમાં કચ્છ પ્રદેશમાં પધારતાં સાધુસાધ્વીઓને આ વસ્તુ ગળે ઊતરાવવા સાધુસાધ્વી શિબિરમાં જોડાયા.
સરનામું –શ્રી. દેવજી રવજી શાહ, કાપડના વેપારી, બજારમાં
મુ. પો. ભચાઉ (કચ્છ).
૯. ડે. મણિલાલ ચુનીલાલ શાહ
મૂળે કંકુવાસણ પિ. નસવાડી ( જી. વડોદરા ) ના વતની. ધર્મો વૈષ્ણવ. પણ સર્વધર્મ સમન્વયમાં માનનાર; પિતાના ગામમાં થોડીક ખેતી અને વૈકનો ધંધો કરીને પિતાની આજીવિકા ચલાવે છે. પણ પૂ. મુનિશ્રી સંતબાલજી મ. ની વિચારાધાને પરિચય થયો, ત્યાર પછી આ દિશામાં વિશેષ તાલીમ લેવા અને રચનાત્મક કાર્ય કરવાની ઈચ્છા થતાં ભાલ નળકાંઠામાં થયેલા ટૂંકા વર્ગોમાં પણ એકાદ બે વખત જોડાયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com