________________
૨૦૨
શિબિર માટેના કામમાં તનમનથી ખૂંપી ગયા. પૂ. મુનિશ્રી સંતબાલજી મહારાજની વિચારધારા અને પ્રયોગમાં સાથી તરીકે લાગી ગયા છે. ૩. ૫. દંડી સંન્યાસી શ્રી ગેપાલ સ્વામી
મૂળ ધ્રાંગધ્રાના વતની ઔદીચ્ય બ્રાહ્મણ, ગૃહસ્થાશ્રમમાં અમદાવાદમાં મ્યુનિ. સ્કૂલમાં હેડમાસ્તર તરીકે નોકરી કરતા હતા. સન ૧૮૪૭માં કાશીમાં (મણિકર્ણિકા ઘાટ ગામઠ) જગદ્ગુરૂશંકરાચાર્યની પરંપરામાં દંડી-સંન્યાસ લીધે. ઉમર ૭૪ વરસની છે, છતાં શરીર સ્વસ્થતા સારી છે. જૈન, બૌદ્ધ અને વૈદિક વ. બધા ધર્મોના સિદ્ધાંતના સમન્વયમાં માને છે. સમભાવી અને શાન્ત પ્રકૃતિના છે. જો કે પગપાળા પ્રવાસ અને ભિક્ષાચરીની શંકરાચાર્ય પરંપરાને સાચવી શક્યા નથી; છતાં જિજ્ઞાસુ અને ગુણગ્રાહી છે. પૂરું સરનામું – દડીસન્યાસીશ્રી ગે પાલસ્વામી C/o. બચુભાઈ
નંદલાલ દવે કારારોડ, શક્તિનિવાસ આંબાવાડી,
છે. પિ. બેરીવલી પૂર્વ (મુંબઈ )
૪. ગોસ્વામી જીવણગરજી હીરાગરજી
સૌરાષ્ટ્રમાં સાયલા તાલુકાના લીગામની હદમાં ટુડેશ્વર મહાદેવના દેવસ્થાનમાં રહે છે. દશનામી સંન્યાસી છે. સાથે જટા-દાઢી રાખે છે. દરેક વાહનમાં બેસે છે. જોકે બીજા ગોસ્વામી (મહતે)ની જેમ એમને ત્યાં રાજસી ઠાઠમાઠ નથી. છતાં ધૂમ્રપાન વગેરે વ્યસન ખરાં. જેકે શિબિરમાં દાખલ થતાં તેમણે એ વ્યસન છેડી દીધેલ. પણ પાછળથી એ વ્યસને તેમને પીછો પકડી લીધો હતો. એમને માટે અહિસંક પ્રયોગ પણ થયેલા. પૂરું સરનામું –ગેસ્વામી જીવણગરછ હીરાગરજી, મુ. ટુડેશ્વર મહાદેવ .
. નેલી, વાયા રાણપુર (સૌરાષ્ટ્ર)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com