________________
૨૦૧
છે. કવિવર્ય નાનચંદ્રજી મહારાજ પાસે દીક્ષિત ક્રાંતિકારી સાધુ છે. તેઓ વિધવાત્સલ્યના આરાધક, ધર્મમય સમાજરચનાના પ્રકાર, સર્વધર્મ ઉપાસનાના સાધક, સામુદાયિક અહિંસા પ્રયોગકર્તા, આધ્યાત્મિક ચિંતક, વિદ્વાન સાહિત્યકાર, પ્રખર સાધનાશીલ જાગ્રત, યુગદ્રષ્ટા અને સર્વાગી વ્યાપક દૃષ્ટિવાળા “અનુબંધકાર છે. તેમની પ્રેરણાથી ગુજરાતમાં ભાલનળકાંઠા પ્રદેશ, શેત્રુ કાંઠા કચ્છ અને બનાસકાંઠામાં તેમ જ મુંબઈ, અમદાવાદ, કલકત્તા અને દિલ્હીમાં ધર્મદ્રષ્ટિએ સમાજરચનાની શિામાં જુદાં-જુદાં સંગઠન દ્વારા પ્રયોગ ચાલે છે. તેઓ આ સાધુસાધ્વી શિબિરના પ્રેરક છે. તેમને જન્મ સૌરાષ્ટ્રવર્તી ટોળ ગામે થયે. એમણે સન ૧૯૨૮માં ૨૪ વરસની ઉંમરે સાધુદીક્ષા લીધેલ અને પિતાનું સાધનામય જીવન ગાળે છે.
૨, પૂ. મુનિશ્રી નેમિચન્દ્રજી
સ્થાનકવાસી જૈન સંપ્રદાયમાં જૈનાચાર્ય પૂ. શ્રી જવાહરલાલજી મહારાજના પટ્ટધર પૂ. ગણેશલાલજી મહારાજ ( શ્રમણ સંઘના ભૂતપૂર્વ ઉપાચાર્ય )ની પાસે સન ૧૯૪૨માં દીક્ષા લીધેલી. દીધા પછી સંસ્કૃત-પ્રાકૃત, દર્શનશાસ્ત્રો તેમ જ જૈનાગોને અભ્યાસ કરી. ગંધીવિચાર ધારા અને અનેક આધુનિક વિચારકોનું સાહિત્ય વાંચ્યું. તેથી સાધુજીવનમાં ધર્મક્રાંતિ કરવાની ઉત્કંઠાથી સન ૧૮૪૮માં પૂ. મુનિશ્રી સંતબાલજી મ. સાથે પત્રવ્યવહાર કર્યો. ત્યારપછી સન ૧૯૫૬માં પિતાના મેટા ગુરૂ ભ્રાતા મુનિશ્રી ગરસિંહજી મહારાજ સાથે ભાલ નળકાંઠો પ્રયોગ જોવા-જાણવા પૂ. મહારાજશ્રીને મળ્યા. બહુ વિચારવિનિમયને અંતે નિર્ણય કરી શ્રમણ સંઘના પદાધિકારીઓની આગળ “નમ્ર નિવેદન” અને ખુલ્લા પત્ર” મૂક્યાં, તેથી એ વિચારે સહન નહીં કરતાં સન ૧૮૫૭માં એમને શ્રમણ સંધ બાથ ધેપિત કરવામાં આવ્યા. ત્યાર પછી અનેક વિરોધ વચ્ચે મકકમ રહીને બન્ને મુનીઓ વિચરણ કરતા રહ્યા. સન્ ૧૯૬૦ માં મોટા ગુરૂભાઈના સ્વર્ગવાસ થયા પછી સાણંદમાં ચાલતા શુદ્ધિપ્રયોગ માટે આહવાન થતાં સાણંદ આવ્યા. પછી તે સાધુસાવીShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com