________________
૧૯૦
એક મુદ્દા પર મોટે ભાગે મુનિ નેમિચંદ્રજી પ્રવચન કરશે. સવારે જે બે મુદ્દાઓ ઉપર પ્રવચન થાય તેજ મુદ્દાઓ ઉપર બપોરે બધાં શિબિરાર્થીએ ચર્ચા કરશે. સવારે અને બપોરે થયેલ પ્રવચને અને ચર્ચા-વિચારણાને ટૂંક સાર પાટિયાં ઉપર લખાશે. (૩) નીતિ-નિયમ
(૧) આ શિબિરમાં સર્વે ધર્મસંપ્રદાયના સાધુસાધવી સંન્યાસીએ ભાગ લઈ શકશે. એને માટે એમને પોતાને ધર્મ-સંપ્રદાય, વેબ કે ક્રિયાકાંડ છોડવાની જરૂર નથી.
(૨) શિબિરમાં દાખલ થનાર સાધુસંન્યાસી-સાધ્વીઓ યુગદ્રષ્ટા, કાંતિપ્રિય અને વિચારક હોવા જોઈએ. મતલબ એક સાધવર્ગના મૂળ ધ્યેય પ્રમાણે કાર્યક્ષેત્રને વ્યાપક બનાવવા અને પિતાની મર્યાદામાં રહીને યુગાનુસાર જનહિતકર કાર્યનાં સમર્થક હોવાં જોઈએ.
(૪) શિબિરમાં દાખલ થનાર સાધુસાધ્વીઓમાં નાતજાતને કોઈ ભેદ માનવામાં આવશે નહિ. તેમજ લિંગભેદ (સ્ત્રી-પુરુષ જાતિના સાધભેદ)ને લીધે આદરસત્કારમાં કઈ ભેદ રાખવામાં આવશે નહિ.
(૫) શિબિરમાં જે સાધુ સાધ્વીઓ આવશે. તેઓ પોતાની વ્યક્તિગત હેસિયતથી આવશે. પિતાના સંપ્રદાયના પ્રતિનિધિ તરીકે નહિ. હા, એમ સંભવ છે કે કદાચ કેટલાંક યુગદષ્ટા સાધુસાધ્વીઓ જે પોતે શિબિરમાં કારણવશ નહિ પધારી શકે, તેઓ પોતાના તરફથી કોઈ સાધુ કે સાધ્વીને પ્રતિનિધિ તરીકે મેલે. પણ એ પ્રતિનિધિત્વ વ્યકિતગત રહેશે, સંપ્રદાયગત નહીં.
(૬) શિબિરમાં પધારનાર સાધુસાધ્વીઓ ઉદાર નીતિનાં હશે, તે છતાં કોઈ સાધુસાધ્વી પિતાના સંપ્રદાયની સાથે સંબંધ રાખે, સામુદાયિક વેષ રાખે, ક્રિયાઓનું પાલન કરે, ભોજન વગેરેના પોતાના નિયમો પાળે, બીજ સંપ્રદાયના સાધુસાધ્વીઓ સાથે વંદન ભોજનાદિ વહેવાર રાખે તો શિબિરને એમાં કોઈ પણ જાતને વાંધો નથી. સાધક
સાધિકાઓ પણ પોત-પોતાના ધર્મના નિયમ પાળી શકશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com