________________
૧૯૪
ચર્ચાઓને લાભ દૂર રહીને લઈ શકશે પણ તેઓ પ્રાયઃ ચર્ચામાં ભાગ લઈ શકશે નહિ.
(૧૪) શિબિર પછી શિબિરાર્થીઓએ પિતા પોતાના સંપ્રદાય, પંથ, ગચ્છ, મંડળ કે ધર્મમાં રહીને જ પોતે પચાવેલા વિચારોનું યથાશક્તિ આચરણ કરવાનું રહેશે.
(૧૫) ધ્યેય કે એયાનુકૂળ કાર્યોની પૂર્તિ માટે જે કાર્ય કે વ્યવસ્થા જરૂરી જણાય, તે માટે શિબિરાર્થી સાધુ-સાધ્વી, સાધકસાધિકાઓ સાથે વિચાર વિનિમય કરી યોગ્ય સહયોગ આપવામાં આવશે.
(૧૬) શિબિરાર્થીઓ દ્વારા પ્રચાર માટે પુસ્તક, પત્ર વગેરે સાહિત્ય પ્રકાશન અને શ્રમણની યોજનાઓ પણ ગોઠવવામાં આવશે.
(૧૭) શિબિરમાં દાખલ થનાર સાધુસાધ્વીઓ, સંન્યાસીઓ, સાધક-સાધિકાઓ માટે શિબિરના પ્રારંભથી બે માસ પહેલાં નીચે મુજબ “સ્વીકૃતિ પત્ર” ભરીને પ્રેરકને મોકલવાનું રહેશે–
સ્વીકૃતિપત્ર શ્રીમાન મંત્રી,
સાધુસાધ્વી શિબિર વ્યવસ્થાપક સમિતિ,
મેં “સાધુસાધ્વી શિબિર સંયોજનનામાં લખેલ શિબિરના ઉદ્દેશ્ય, બંધારણ અને નીતિનિયમોને વાંચી લીધા છે, અને હું તેમાં પૂર્ણ સહમત છું. અને ૧૪-૭-૬૧થી શરૂ થનાર શિબિરમાં દાખલ થવા માગું છું.
આશા છે, આપ પ્રેરક મુનિવરશ્રીની સેવામાં એને મોકલીને મારી સ્વીકૃતિ મંજૂર કરાવશો.
આપને તા. - - ૧૮૬૧
સરનામું...............૦૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com