________________
બતાવી હતી, આ વાત તેમણે નિખાલસપણે કબૂલી હતી. અમદાવાદમાં આ અંગે જાહેર-સભાઓ પણ રાખવામાં આવી હતી. એક પત્રિકા “સાધુ-સાધ્વીઓનાં પૂજકો વિચારે” એ મથાળાંવાળી બહાર પાડવામાં આવી હતી. તે ઉપરાંત સાધુ-સાધ્વીને અનુરોધ કરીને શિબિરમાં ભાગ લેવા માટે એક વિનંતિભર્યો પરિપત્ર, હિંદી તેમજ ગુજરાતીમાં છપાવીને મોકલવામાં આવ્યો હતો.
બીજી તરફ ભચાઉ (કચ્છ)વાળા શ્રી. દેવજીભાઈ શાહે પણ સાધુ-સાધ્વીઓની મુલાકાત લઈને તેમને તે વિચાર ગળે ઊતરાવવાનો પ્રયત્ન કર્યો હતો.
આ તરફ મુનિ શ્રી. નેમિચંદ્રજીએ અમદાવાદથી મુંબઈ તરફ વિહાર શરૂ કર્યો. તે અગાઉ તેમને એક સંન્યાસી પૂ. દંડી સ્વામી મળ્યા. તેઓ સમન્વયી વિચારધારામાં માનતા હોઈને, તેમણે શિબિરમાં આવવા માટેની તૈયારી બતાવી તેથી ઉત્સાહ વધ્યો.
વિહાર દરમ્યાન મુનિશ્રી નેમિચંદ્રજીએ રસ્તામાં જે જે સાધુસાધ્વીઓ મળ્યાં, સંન્યાસીઓ મળ્યા તે બધાને સંપર્ક સાધવાનું ચાલુ રાખ્યું. મોટા ભાગે દરેકને શિબિરની વાત ગમી પણ સંપ્રદાયવાદની પોતાની સાધુ મર્યાદામાં રહીને કોઈને પણ ભાગ લેવાની નૈતિક હિંમત ન દેખાણી. એ ખેદની વાત છે કે મોટા ભાગનાં જૈન સાધુ-સાધ્વીઓને ક્રાંતિની વાત ગમે છે; સમય આવ્યે કોઈ ક્રાંતિકાર હોય તેની પ્રશંસા પણ કરે છે. પણ ક્રાંતિમાં સક્રિય ભાગ લેવા માટે સાંપ્રદાયિકતા તેમને ઘેરીને ઊભી રહે છે. જેને તોડવાની તેમનામાં નૈતિક હિંમત દેખાતી નથી.
તે છતાં, શિબિર અંગેની વાત વહેતી થઈ ગયેલી. વાતાવરણમાં તેની ચર્ચાઓ ચાલતી હતી. આ શિબિરનો ઉદ્દેશ્ય સુંદર હોવા છતાં તેમાં ક્રાંતિનાં બી પડેલાં હઈને ઘણી જુજ વ્યક્તિઓને સહકાર મળશે એ અપ્રત્યાશિત ન હતું. તે છતાં ત્રણેક જૈન સાધુઓએ પિતાના સાથી સાધુઓ સાથે આવવાની તૈયારી બતાવી તેમનાં સ્વીકૃતિ-સૂચક પત્રો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com