________________
૧૫
આ પછી ખાસ કરીને પ્રચાર કાર્ય ઉપાડવામાં આવ્યું. સાધુસાધ્વી શિબિરની માહિતી આપતી તેમજ સાધુસમાજના કર્તવ્યો સમજાવતી બે પુસ્તિકાઓ મુનિશ્રી નેમિચંદ્રજીએ લખીને તૈયાર કરી. તેને પ્રગટ કરવામાં આવી. તેમાં શિબિરનું બંધારણ પણ આપવામાં આવ્યું હતું. તે સાથે જ શિબિર અંગે આવેલાં કેટલાક અભિપ્રાય પણ આપવામાં આવ્યા હતા. એને વ્યાપક પ્રચાર થવો જરૂરી હતો અને કરવામાં આવ્યો. સાધુ-સાબી શિબિર અંગે ગુજરાતી તેમજ હિંદીમાં લેખ લખીને, અલગ અલગ પત્રમાં, માસિકો, સાપ્તાહિકો તેમ જ દૈનિકોમાં આપવામાં આવ્યા હતા. આ પત્રોમાં જૈન તેમજ વૈદિક ધર્મના પત્રો મુખ્ય હતા. તેમની મારફત સાધુ-સાધ્વીઓ અને સન્યાસીઓને શિબિરની માહિતી આપવામાં આવી હતી.
મુંબઈમાં મુનિશ્રી સંતબાલજી વિરાજતા હતા. તેમણે મુંબઈમાં વિરાજતા સાધુસાધ્વીઓને શિબિરને ખ્યાલ આપવા તેમ જ તે અંગે ચર્ચા-વિચારણા કરવા માટે દિવાળીની રજામાં જૈન શિક્ષક-શિક્ષિકાઓ તેમ જ ભાઈ બહેનેને એક કામચલાઉ શિબિર તા. ૯મી થી ૧૭મી ઓકટોબર લગી પિતાના સાનિધ્યમાં જે હતો.
તે શિબિર પૂરો થયા બાદ શિબિરમાં ભાગ લેનાર ભાઈ-બહેને મુંબઈમાં વિરાજતાં અલગ અલગ સંપ્રદાયોનાં જૈન સાધુ-સાધ્વીઓને વાંદવા અને શિબિર અંગે તેમના વિચારે જાણવા ગયા હતા.
બધાએ આ કાર્ય સુંદર છે એમ જણાવેલું પણ સાંપ્રદાયિકતાના બધનમાં જકડાયેલા હેઈને હિંમતપૂર્વક તે અંગે કોઈ તૈયાર ન થયું તે સ્વાભાવિક છું. પણ એક વાત ચોક્કસ હતી કે તેઓ સાધુ-સાધ્વીશિબિર યોજનાની વાત સાંભળીને વિચારતા થઈ ગયા હતા.
મુનિશ્રી નેમિચંદ્રજીએ સાણંદ ચાતુર્માસ પછી અમદાવાદમાં વિરાજતાં ઘણા વિચારક સાધુ-સાધ્વીઓ સાથે પ્રત્યક્ષ સંપર્ક સાથે હતો. કેટલાક સાધુઓએ પિતાના ગુરુ જ આપે ને આવવા માટે તૈયારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com