________________
૧૯૦
સાધક-સાધિકાઓ છે. જે એમને સાંકળવામાં નહિ આવે તે એકલા સાધુ વર્ગથી સર્વાગપૂર્ણ સમાજરચનાનું કામ નહિ થઈ શકે.
એટલે વિચાર વિનિમયને અંતે શિબિરનું બંધારણ નીચે મુજબ તૈયાર કરવામાં આવ્યું અને નકકી થયું કે આ શિબિરમાં કુલ્લે ૧૫ સાધુ સંન્યાસી-સાધ્વીઓ તથા ૧૫ સાધક સાધિકાઓ લેવાનાં છે.
| શિબિરનું બંધારણ (૪) નામ–આનું નામ “સાધુસાધ્વી શિબિર” રહેશે. () પ્રેરક–શિબિરના પ્રેરક મુનિશ્રી સંતબાલજી રહેશે.
(1) ઉદ્દેશ્ય–સાધુસાધ્વીઓ વિશ્વ વાત્સલ્યને સક્રિય પ્રયોગ કરી શકે; તેમની શકિતઓને સદુપયોગ થાય, તેઓ વિશ્વનાં બધાં ક્ષેત્રને ધર્મદષ્ટિએ અનુબંધિત કરી શકે અને વિશ્વ વિશાળ અનુબંધ પ્રયોગને માટે યંગ્ય બની શકે; આ જાતની દષ્ટિ, કાર્યક્ષમતા અને શક્તિ સાધુ સાધ્વીઓમાં પેદા કરવી. તેમને યોગ્ય અનુભવ, માર્ગદર્શન, સુઝાવ અને સહ્યોગ આપ; તેઓ પોતાની સાધુતાને સાર્થક કરી શકે. તેમ જ આત્મકલ્યાણની સાથે વિશ્વ કલ્યાણની સાધના કરી શકે, તે યોગ્ય બનાવવાં.
(૬) વ્યવસ્થા શિબિરમાં પધારનાર સાધુસાધ્વીઓને ઉતરવાની તથા બીજી જરૂરી બધી વ્યવસ્થા કરવા માટે સંગ્રહસ્થાની એક અસ્થાયી “સાધુસાધ્વી શિબિર વ્યવસ્થાપક સમિતિ” નીમાશે જે વિશ્વવાત્સલ્ય પ્રાયોગિક સંધ હેઠળ ચાલશે અને બધી જાતની સમુચિત વ્યવસ્થાઓ માટે પ્રયત્ન કરશે. સાધુસાધ્વીઓ શિક્ષાછવી હોઈ તેઓ આહાર પાણી પિતાની નિયમ મુજબ ભિક્ષારૂપે મેળવી જ લેશે.
સાધુઓ અને સાધ્વીઓને તેમ જ સાધક સાધિકાઓને રહેવાની વ્યવસ્થા જુદી જુદી અને એ રીતની રહેશે, જેથી તેઓ શિબિર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com