________________
૧૮૩
કેટલાક સાધુઓની પ્રેરણાથી જુદી જુદી સંસ્થાઓ કે સંગઠને ચાલી રહ્યાં છે, પરંતુ તેઓ બીજાં સર્વાગી દષ્ટિવાળા અનુભવી સાધુસાત્રિીઓને તે અંગે મળીને, એકમત થઈ કે સંગઠિત થઈને ચાલવા માગતાં નથી. મતલબ કે તેઓ પોતાનામાં જ મસ્ત છે. તેઓ એમ વિચારતાં હોય છે કે મારે કોઈ બીજા કે અમુક પાસેથી શા માટે સલાહ કે સુઝાવ માગવાં જોઈએ . જે કાંઈ કરી રહ્યો છું, તે જ બરાબર છે. આમ જુદી જુદી દિશામાં શક્તિ વેરવિખેર થવાને લીધે ધર્મદષ્ટિએ સમાજરચનાનું કાર્ય વ્યવસ્થિત રીતે થતું નથી.
(૧૦) કેટલાંક સાધુસાધ્વીઓ પિતે વિચારક છે, પણ તેમનાં ગુરુ કે વડીલ સાધુસાધ્વીઓ તેમના વ્યાપક વિચારોની સાથે સહમત થતાં નથી, બલકે તેમને એવા વ્યાપક વિચાર કરતા જોઈને, તેઓ તેમને દબાવવાનો પ્રયત્ન કરતાં હોય છે, અગર તે તેમને કોઈ પદને કે અન્ય વસ્તુનું પ્રભન આપીને ધમક્રાંતિ કરતાં અટકાવી દે છે; અગર તે ક્રાંતિકારી વિચારવાળાં સાધુસાધ્વીઓ સાથે મળવા કે સંપર્ક કરવાની ના પાડી દે છે. એને કારણે એવાં તેજસ્વી સાધુસાધ્વીઓની dવશક્તિ સાંપ્રદાયિક્તાની ભઠ્ઠીમાં ભસ્મ થઈ જાય છે, તેમના જીવનથી સમાજ, રાષ્ટ્ર કે વિશ્વનું ખાસ હિત નથી થતું.
(૧૧) કેટલાંક સાધુસાધ્વીઓ એવા છે, જેમના મનમાં આત્મ-સાધનાની સાથોસાથ સમાજસેવાની ઝંખના હોય છે, પણ વર્તમાન યુગે વીતરાગ માર્ગની સામુદાયિક અહિંસાના સાળ પ્રયોગ કર્તા મહાત્મા ગાંધીજીની સર્વાગી દષ્ટિથી યુકત, સદાચારી સદગૃહસ્થ ભાઈબહેનેની હુંફ, કે સહાનુભૂતિ પૂર્વક શુક સાધન યુકન સતત સક્રિય સહાયતા કે પીબળ નહિ મળે, ત્યાં સુધી એવાં સાધુસાધ્વીઓ રૂઢિવાદી, મૂડીવાદી કે સ્થાપિત હિતોની પકડવાળા સંપ્રદાય, પય કે વર્તુળની પકડથી મુક્ત થઈ શકતાં નથી. થઇ શકવાનાં નથી. મુક્ત ચિંતનપૂર્વક આચરણ કરી શકતાં નથી. કરી શકવાનાં નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com