________________
૧૭૩
આ ધર્મક્રાંતિને રંગ લગાડવો મુશ્કેલ છે. તે માટે આજે રાજકીય ક્ષેત્રને પ્રથમ શુદ્ધ બનાવવું પડશે. તે જ દિને-દિને તેની વધતી જતી ખિલ રોકીને સત્તા ધારિતપણામાંથી જનાધારિતપણુમાં પરિણમાવી શકાશે. તે માટે સર્વાગી દષ્ટિસંપન્ન સાધુવેગે નીતિ અને ધર્મને સામુદાયિક પ્રયોગ કરી વિશ્વમાં માનવજીવનનાં દરેક ક્ષેત્રે નીતિધર્મને પ્રવેશ કરાવવું પડશે. આથી રાજકીય ક્ષેત્રે વિશ્વની સંયુક્ત રાષ્ટ્રસંસ્થા તથા કેસ જેવી રાષ્ટ્રીય મહાસંસ્થાને જીવાડવી, સુધારવી અને મજબૂત બનાવવી પડશે. અને તે ત્યારે જ બની શકશે જ્યારે ગ્રામ અને નગરોની જનતાના નીતિમૂલક ધર્મદષ્ટિએ અસરકારક સંગઠને ઊભાં કરીને તેમ જ સર્વાગી દષ્ટિએ સમાજરચનાના કાર્ય કરનાર વ્રતબદ્ધ જનસેવન સંધ રચીને કોંગ્રેસ જેવી રાષ્ટ્રીય મહાસંસ્થાની શુદ્ધિ-પુષ્ટિ માટે આ બન્ને મશઃ પૂરક-પ્રેરક બળ તરીકે કામ કરતા રહેશે તે સાથે જ કાંતિપ્રિય સાધુ સંન્યાસી-સાદ્ધિઓએ આ બધાં સંગઠનને વ્યવસ્થિત અને યથાયોગ્ય અનુબંધિત કરીને પોતાના માર્ગ. દર્શન તળે દેશ અને દુનિયાના દરેક ભાગમાં લેકશાહીને સાચવીને પ્રત્યેક ક્ષેત્રમાં અનિષ્ટો સામેના સત્યાગ્રહી પ્રયોગ કરવા પડશે. ત્યારે જ સમાજમાં ધાર્મિક-નૈતિક-શક્તિ, જનક્તિ અને સંયમલક્ષી દંડશક્તિને કમિશઃ પ્રયોગ થવાથી સમાજની સુવ્યવસ્થા અને વિશ્વનું સંચાલન ધર્મદષ્ટિએ થઈ શકશે.
(૩) અહીં રાજા સમાજનું એક અંગ હતું. રાજ્ય ઉપર સમાજને અંકલ રતે. તેમ જ સમાજ ઉપર સમાજસેવકો-બ્રાહ્મણને અંકુશ રહેતે, પ્રેરણા રહેતી, અને સમાજના સમગ્ર અંગો ઉપર કાંતિપ્રિય સાધુવન નેતિક ચકી અને માર્ગદર્શન રહેતાં. તેથી રાજા કે રાજ્ય કર્મચારીઓ પ્રજના અદના સેવક તરીકે રહેતા, નીતિમત્તા સાચવતા. વેસ્ટ શુદ્ધરૂપી મહાજને દેશના કાર્યોમાં પોતાની આર્થિક અને વહીવટી સેવાને નેધપાત્ર ફાળો આપતા. બ્રાહ્મણ સમાજને શિક્ષણ-સરકાર
આપતા, નીતિ-ધર્મનું ધોરણ જાળવતા. સાધુસંસ્થા પણ જગત હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com