________________
૧૭૧
વિનાશમુખ, પતને ભુખ થઇ રહ્યું છે; વિશ્વની બધી વ્યવસ્થાઓ બગડી રહી છે, સમાજરચના ધર્મપ્રધાનને બદલે અર્થ-કામપ્રધાન થઈ રહી છે. ચારે બાજુ ચારિત્ર્યહીનતા, વિલાસિતા, અન્ય ય, અનીતિ, શોષણ, સંગ્રહખેરી, ભ્રષ્ટાચાર, કુરતા, સ્વાર્થ અને મેહનું રાજ્ય જામી રહ્યું છે. એને લીધે તેજસ્વી સાચાં સાધુસાધ્વીઓ પ્રતિ પણ જનતાની શ્રદ્ધા ડગી રહી છે; જે સમાજ, રાષ્ટ્ર અને વિશ્વને માટે વિચારણીય વસ્તુ બની ગઈ છે. સાધુસાધ્વીઓની જરૂર
સાધુસ સ્થાની જરૂર તે દરેક યુગે રહી છે અને રહેવાની છે. જગતને આજે જેટલે વિકાસ થાય છે, તેમાં સાધુસાધ્વીઓને મોટો ફાળો છે, કારણ કે આ જગત વિનિમયને આધારે–એટલે કે પરસ્પર સહયોગ-લેવડદેવડ–ને આધારે ટકે છે અને સાધુતાને આધારે વિકાસ કે પ્રગતિ કરે છે. સત્ય અને અહિંસાને માર્ગે જે વિશ્વશાંતિ લાવવી હેય તે તે બાબત ભારતની સાધુ સ્થાના સભ્ય સિવાય બીજું કોણ લઈ શકશે? દેશ અને દુનિયામાં અહિંસા, સંયમ અને તપ રૂપી ધર્મની વ્યાસપીઠ આજે જરૂરી છેતે સાધુસંસ્થા સિવાય એવી આમક ક્રાંતિની આગેવાની વિભૂતિ તરીકે બીજી કોઈ સંસ્થાના સભ્યો લઈ શકશે નહિ. તેથી જ આજે કઈ પણ યુગ કરતાં વધુ જરૂર કાંતિપ્રિય સાધુ સાધ્વી તથા સન્યાસી વર્ગની છે. યુગેયુગે એવાં સાર્વજનિક કાર્યો હોય છે, જેમને માટે વ્યવસ્થિત અને વ્યાપક દષ્ટિસંપન્ન સાધુસાધ્વીઓની જરૂર હોય છે. આજે પણ સાધુસાધ્વીઓની સામે પિતાની જવાબદારીનાં ઘણું કાર્યો પડેલાં છે, જેને નીતિધર્મની દષ્ટિએ સંપન્ન કરવા માટે સર્વાગી વિશાળ દષ્ટિવાળા સાધુસાધ્વીઓની જરૂર છે. એ માટે ગાંધીયુગની પરિભાષા મુજબ રચનાત્મક કામ કરનાર જનસેવકરૂપી બ્રાહણેની અને સાધુસંન્યાસીઓ રૂપી શ્રમણોની સાંકળ સાંધવી જરૂરી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com