________________
૧૬૮
અથવા પૂર્ણ સંયમી વાનપ્રસ્થાશ્રમી વર્ગ, અગર તે ઋષિ-મુનિવગે. (૨) ઘરબાર અને કુટુંબ-કબીલે છડી વ્યાપક સમાજના પ્રશ્નોને ધરમૂળથી ઉકેલવા માર્ગદર્શન આપનારો સાધુસંન્યાસીવર્ગ વાલ્મીકિ, વિશ્વામિત્ર, વ્યાસ, મનુ અને વશિષ્ઠ. એ બધા ઋષિમુનિઓ તથા વિદુર, વિકણું, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય વગેરે બ્રાહ્મણોને સમાવેશ પ્રથમ ભાગમાં થઈ શકે. ભગવાન મહાવીર; ભ. બુદ્ધ અને જગદગુરુ શંકરાચાર્ય વગેરે એ બધાનો સમાવેશ બીજા ભાગમાં થઈ શકે. છેલ્લા યુગમાં મહર્ષિ દયાનંદ સરસ્વતી, રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, રમણ મહર્ષિ, સ્વામી રામતીર્થ, સ્વામી સહજાનંદ, યેગી આનંદધનજી, શ્રીમદ્ રાજચન્દ્ર વ.ને ફાળો હેઈને જ મહાત્મા ગાંધીજી જગતભરમાં ભારતીય સંસ્કૃતિને મેખરે લાવી શક્યા અને દરેક ક્ષેત્રમાં પ્રેરણા આપીને ભારતીય સમાજરચનાને વ્યવસ્થિત કરવાનું સાધુસંન્યાસીઓનું કાર્ય કરી શક્યા. સાધુસંસ્થાના સભ્ય નહિ હોવા છતાં પણ ગાંધીજીએ વાનપ્રસ્થાશ્રમી રહીને સંન્યાસીપણું સિદ્ધ કર્યું છે. આજે પણ ગાંધીજીને પગલે એમના શિષ્યોમાં સંત વિનોબાજી, રવિશંકર મહારાજ, કાકાકાલેલકર, કેદારનાથજી વગેરે સંતસમા પુરુષો છે, ભલે તેમણે વિધિસર સન્યાસ ન લીધે હોય. ખુદ ગાંધીજી જેવી વિશ્વવંદ્ય વિભૂતિ સાધુસંન્યાસી પુરુષ કે સ્ત્રીને જોઈ નમી જતા હતા. એ નમનની પાછળ ભારતના એ મહાન પ્રતિનિધિને દુનિયાના ભાવિને ઉજવળ બનાવનારી આશા એકમાત્ર સાધુસંન્યાસી વર્ગ પર હતી. ભૂતકાળનાં ગૌરવમય કાર્યો
ભૂતકાળમાં ઋષિમુનિ વર્ગો અને ત્યાર પછી સાધુસંન્યાસી વર્ગે આત્મસાધના સાથે સમાજકલ્યાણમાં પણ રસ લીધે છે; એના અનેક દાખલાઓ દરેક ધર્મના ઇતિહાસમાં મળી આવે છે. થોડાક દાખલાઓ લઈએ –
સીતાજીને ગર્ભવતી સ્થિતિમાં જ્યારે વનવાસ આપવામાં આવ્યા, ત્યારે વનમાં તેમને કોઈ આશ્રય આપનાર નહતું. તે વખતે વાલ્મીકિ ઋષિનો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com