________________
આ માટે જરૂરી હતું એ કાર્યક્રમ જેમાં બધા પ્રકારના સાધુઓ મળી શકે અને નિશ્ચિત કાર્યક્રમ ઘડી શકે. તે અંગે વિચારવિમર્શ કરે. વિચાર જ જીવન ઘડતરને પાયા હેઇને ત્યાંથી નિશ્ચિત વિચારો લઈને સહુ પિતાપિતાના ક્ષેત્રે કાર્ય કરે તે ઘણું સુંદર કાર્ય થાય.
આવી ઉત્કટ વિચારસરણીએ સાધુ-સાધ્વી-શિબિરની કલ્પનાની પ્રેરણા મુનિશ્રી સંતબાલજીને થઈ. ભાલ-નળકાંઠાના પ્રયોગે સુદઢ થયા પછી તેમને વિહાર મુંબઈ તરફ થયા અને અનુભવને અંતે તેમને લાગ્યું કે આ ભગીરથ કાર્યના પ્રથમ ચરણરૂપે આવું કંઈક કરી શકાય તેમ છે. તેમના કાર્યના સાથી ક્રાંતિપ્રિય નેમિમુનિ તેમજ અન્ય કાર્યકરો હતા જ. જે કાર્યકરોએ ભાલ નળકાંઠા પ્રાયોગિક સંધ અને વિશ્વવાત્સલ્ય પ્રાયોગિક સંઘ વડે સક્રિય કાર્ય કર્યું હતું અને સહુએ ઉપર્યુક્ત વિચારને સમયસરનો ગણીને તે અંગે આગળ પ્રયાણ કર્યું. જેમાં છોટુભાઈ અગ્રેસર હતા.
સર્વ પ્રથમ તેની ઉપયોગિતા દર્શાવતી પત્રિકા-બધાને-સાધુઓને મેકલવાનું નકકી થયું, તેના શું પ્રત્યાઘાત પડે છે તે જાણવા તેમજ વિહાર દરમ્યાન મળતા સાધુસંતે સાથે વિચારણા કરવા આગળ વધવાનું પ્રથમ તબકકે નક્કી થયું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com