________________
૧૬૫
તે વિશ્વને, રાષ્ટ્રને કે સમાજને જે બળ ખરે માર્ગે દોરી શકે તે સાધુવાદ છે. તેમાં સ્વાર્થ નથી; સત્તાની સાઠમારી નથી. કેવળ વિશ્વઆત્મ સેવા અને લોકકલ્યાણ માટેની ઉદાર ભાવના છે અને તે જ માનવતાના આંસુ લૂછી શકે છે. પણ, આ સાધુવાદને પડખે સંકુચિતવાદે ઘૂસી જતાં તેનું જે તેજ ચમકવું જોઈએ તે ચમકતું નથી.
એક વાત ચોક્કસ છે કે આજના યુગે કાં તો એ સાધુવાદને બહાર પાડવો જોઈએ, પ્રકાશમાં આણુ જોઈએ; નહીંતર એને પ્રકાશ અંધકારના ઓળામાં દબાઈ જાય; એ પણ એક શકયતા છે. વિજ્ઞાન, સામ્યવાદ, પૂછવાદ અને આ બધાના કારણે માનવજીવનમાં ભોગવિલાસની જે પ્રધાનતા આવી છે, તેની પછવાડે સાપુતા કે ધર્મ રહી જાય એ પણ શક્યતા છે. પરિણામે આ માનવ – કલ્યાણકારી તત્વ નકામું વેડફાઈ જાય એવું બની શકે એવો ઇતિહાસ આપણી સમક્ષ છે.
તે ઉપરાંત યુરોપને સાધુસમાજ જે અતિ વ્યવસ્થિત હોવા છતાં અર્ધાથી વધારે યુરોપમાં સામ્યવાદ આવતાં તેને જે રીતે ત્યાં વિનાશ થયે અને વિશાળ બૌદ્ધ સાધુ-સમુદાયની જે કરુણાજનક હાલત ટિબેટ અને ચીનમાં થઇ તે પણ એતિહાસિક પાઠ સમજવા પ્રેરે છે.
ભારતમાં તેવું નહીં થઈ શકે એમ તો ન કહી શકાય પણ અહીં સાધુસંસ્થાનાં મૂળ ધણાં ઊંડાં છે અને તેનો પાયો ત્યાગ, વૈરાગ્ય અને સંયમ ઉપર હેવાથી–અહીંની ધરતીનું ખેડાણ જુદા જ પ્રકારે થયું છે. તે છતાં આજે નવીન ભારતના ઘડતરમાં એક તરફથી રાજ્ય સંસ્થા કોંગ્રેસ, સક્રિય ભાગ લેતી હોય અને તેની મદદે અમેરિકાનો પૂછવાદ અને રશિયાને સામ્યવાદ આવતે હેય; ને તેનાં જતે દહાડે સંસ્કૃતિ-વિરોધી પરિણામે આવ્યા વગર ન રહે તે દેખીતું છે. તે વખતે છપ્પન લાખ સાધુઓનું મોટું બળ જે સાધુવાદને પ્રચાર કરી
જનતામાં સાદાઈ, સંતોષ અને વ્યાપક ધર્મને પ્રવેશવા દે અને રાજ્યની ભીડમાંથી વિશ્વજનતાને–બચાવી તેના પ્રભાવ તળે વિશ્વરાજ્યોને લાવી દે તે કેવું સારું !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com