________________
સંમેલનોમાં પણ સર્વે સાધુઓ અંગેની સામાન્ય કે સર્વમાન્ય આચારવિચાર કે વહેવારની સંહિતા અંગે કદિ વિચારવામાં આવ્યું નથી. ત્યાં સહુ પોત પોતાના ધર્મો સારા છે, ત્યાં સુધી કહીને અટકી જાય છે, પણ સાધુ સમન્વય કે ધર્મ-સમન્વયની કઈ વહેવારિક ભૂમિકા હજુ સુધી રજૂ કરી શકયું નથી. આ ભૂમિકા સાધુસંસ્થાને ટકાવી રાખવા માટે જેમ-જેમ સમય પસાર થતો જાય છે તેમ વધુ ને વધુ જરૂરી છે.
જગતમાં જે કોઈ પણ વાદ ઉદાર, અને વિશ્વ વાત્સલ્ય ફેલાવનાર છે તે તે સાઘુવાદ છે. તે સિવાયના બધા વાદે કાંતે સંધર્ષમાંથી કાં સ્વાર્થમાંથી પ્રેરાયાં હેઈને તેમાં માનવતાની ગુંગળામણ સિયાય કાંઈ નહીં નીકળે !
સંકુચિત રાષ્ટ્રવાદ કે પ્રાંતવાદનાં પરિણામો ઇતિહાસના પાને જાહેર જ છે. હમણું તે પ્રાંતવાદનાં કડવાં પરિણમે ભારતને પણ જોવા મળ્યાં છે. ઘઉં, તેલ, ચેખા, કઠોળ વગેરે માટે, આજની અનાજની કટોકટીના સમયે દરેક પ્રાંતે જે સ્વાથી મનવૃત્તિ દેખાડી છે; તે આપણા માટે લાલબત્તી રૂપે હેવી જોઈએ. વેપારી કે વ્યક્તિ સ્વાર્થી બની શકે પણ કટોકટીના સમયે પ્રાંતીય સરકારે આવું સંકુચિત માનસ જાહેર કરે તેનાથી વધારે દુઃખદ ઘટના કોઇ ન હોઈ શકે. એના જ વિસ્તરેલા નમૂના રૂપે રાષ્ટ્રવાદ છે. જર્મની અને જાપાને બીજુ વિશ્વયુદ્ધ ઊભું કર્યું અને તેના પ્રત્યાઘાત હજીયે પડી રહ્યા છે. યાહુદી, આરબો વચ્ચે કે આફ્રિકાના પ્રાંતીય ઝઘડાઓમાં કેટલાયે નિર્દોષ ગુંસાઈ ગયા છે તે કોઈનાથી છૂપું નથી. સંકુચિતવાદનો એક નમૂને સામ્યવાદ છે. સમાનતાના નામે તેણે જે ખુનખરાબાના પાયા ઉપર પિતાનું ચણતર કર્યું છે તેમાં સત્તા વડે જ શાણપણના બુરાં પરિણામો જોઈ શકાય છે. અને સામ્યવાદ પણ અંતે સત્તાની સાઠમારી કરવા બે દળોમાં વહેંચાઈ ગયો છે. પરિણામે વર્ગવિગ્રહ ચાલુ જ છે. પૂંછવાદ પણ વ્યકિતગત સ્વાર્થને પરિપાક છે અને તેનાં માઠાં પરિણામોથી જગત અજાણ નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com