________________
૧૦૦
ન આપતાં તેને મહત્ત્વ આપવા લાગી જાય છે. એટલે જ મેં (સંતબાલજી) નાસિકના અવધાન પ્રયોગ પછી જાહેરમાં પ્રદર્શન કરવું છેડી દીધું છેઃ કારણ કે મને જ્યારે જણાયું કે મોટા મોટા વિદ્વાને પણ અવધાન જોયા પછી એને ચમત્કારરૂપે જ જોવા લાગ્યા.'
આજે ઘણા લોકો એવધાનનું પ્રદર્શન કરી લોકોને ઊધે રસ્તે દોરે છે. અવધાન ખરેખર સ્મૃતિ વિકાસ કરીને જીવનમાં ઊંડા ઉતરવા માટે છે ત્યારે આજે તેનો ઉપયોગ ઉધે રસ્તે થઈ રહ્યો છે. અવધાન, ચમત્કાર માટે નહીં, પણ બુદ્ધિની તેજસ્વીતા વધારવા, મનને મજબૂત કરવા અને અંતરના ઊંડાણથી પિતાની જાતને જોવા માટે છે, ત્યારે આજકાલના અવધાનોમાં એવું ઊંડાણ ઓછું હોય છે. કેવળ બાહ્ય પ્રદર્શન માટે તેને ઉપયોગ ઈચ્છનીય કે અનુકરણીય નથી. અવધાન વડે ભૌતિક વાતને ભૂલીને આધ્યાત્મિક ગુણેને યાદ રાખતાં શીખવું એ જ એને. ચરમ ઉદ્દેશ્ય છે.
હવે શતાવધાન શું છે? તે અંગે વિચારીએ ! તેમાં એક સાથે માતાઓએ અલગ અલગ પ્રકારે પૂછાયેલા સે વિયેની સ્મૃતિને સમાવેશ કરવાનું હોય છે. અને શ્રોતા ફરી પૂછે ત્યારે મગજના ખાનામાં ગોઠવેલ તે વસ્તુને બહાર કાઢીને પ્રગટ કરવી એટલે કે કહી દેવાની છે. આટલું સમજી લઈને શતાવધાન કરનારે તે એગે પૂરી તૈયારી કરવી જોઈએ; નહીંતર એ સાહસ જોખમી બની શકે. શતાવધાન કરનારનું શારીરિક, માનસિક સ્વાસ્થ બરાબર હેવું જોઈએ. માનસિક ચિંતા, વ્યગ્રતા, વ્યાકુળતા, ચંચળતા કે માથાનો દુખાવો હેય, તેણે શતાવધાનને પ્રયોગ ન કરવો જોઈએ.
શતાવધાન કરનારે, કરતાં પહેલાં અવધાન પ્રક્રિયાની વિધિ, આંકડા, શબ્દો કે વાકયે યાદ રાખવાની રીત બરાબર જાણી લેવી જોઈએ. તે કલ્પના શકિતમાં નિષ્ણાત હવે જોઈએ. તેની મેધાશક્તિ એટલે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com