________________
૧૨૨
[૧૩] આંતરિક અવધાન-પ્રયોગ અવધાન-પ્રયોગ વડે સ્મૃતિની વૃદ્ધિ અને વિકાસ અંગે અગાઉ સંક્ષેપમાં વિચારાયું છે. જે અવધાન–પ્રયોગની ક્રિયા બાહ્ય વસ્તુ પ્રત્યે થાય છે તો ભૌતિક વસ્તુઓ અંગેની સ્મરણશકિત જ વધારે વિકસી શકે. પણ, જે અવધાન-પ્રયોગની ક્રિયા આંતરિક હોય તો તેની પિતાના આત્મા કે વિશ્વ–આત્માઓ પ્રત્યેની સ્મૃતિ વિકસી શકશે. તે માટે અવ્યકત-જગત પ્રત્યે એકાગ્ર થઈને આંતરિક અવધાન-પ્રયોગ કરવાનું સૂચવવામાં આવે છે.
સ્મૃતિના પ્રવાહો બે તરફ વહે છે–આંતરિક અને બાહ્ય. બાહ્ય પ્રવાહથી ભૌતિક વિકાસ વધારે થઈ શકે છે, પણ જ્યારે સ્મૃતિને પ્રવાહ આંતરિક બને છે ત્યારે આધ્યાત્મિક વિકાસ થાય છે. જેટલા મહાપુરૂષો થયા છે તેમણે પોતાની સ્મૃતિને પ્રવાહ અંતરના ઊંડાણમાં વહેવડાવ્યો છે. અંતરના ઊંડાણમાં જતાં પોતાના આત્મા અને વિશ્વઆત્મામાં કંઈ પણ ફરક દેખાતો નથી. વિશ્વમાં જે પ્રકાશ દેખાય છે તે મારો જ પ્રકાશ છે; તેમજ વિશ્વમાં જે દોષો દેખાય છે તેમાં પણ હું જવાબદાર છું, એમ સમજી વિશ્વાત્મા સાથે ઐક્ય સાધના માટે તે ઉદાર બને છે; ઉચે ચઢે છે.
આંતરિક અવધાન-પ્રયોગની ક્રિયા શરૂ થાય છે ત્યારે અવ્યક્ત દેખાતા વિશ્વ ઉપર પિતાના આંદોલનને પ્રભાવ પડે છે અને તેમાં એકાગ્રતા બહાળો ભાગ ભજવે છે. એવાં આંતરિક અવધાનમાં જગતના દેાષ અથવા ભૌતિક વાતોને ભૂલતા શિખાય છે અને જગતના ગુણ અથવા આધ્યાત્મિક વાતને યાદ રાખતાં શિખાય છે. જગતની સાથે એ રીતે આત્મીયતા સધાય છે.
આ અંગે એક બે દાખલાઓ લઈએ.
સ્વામી રામતીર્થની સ્મૃતિ બહુજ તીવ્ર હતી. પણ તેમણે પિતાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com