________________
૧૪૪
પૂર્વ જન્મની સ્મૃતિથી જે ઊંચે ચઢે છે તેની તે સ્મૃતિ ચિરસ્થાયી રહે છે; નહિતર થડાક કાળ પછી ભુંસાઈ જાય છે. અહીં સવાલ એ થશે કે બધાને જન્મ-જન્માંતરની વાત કેમ યાદ રહેતી નથી? તેનું કારણ એ છે કે આપણે અસહજ જીવન જીવીએ છીએ. જીવનમાં સહજતા, અનાસક્તિ વગેરે હોય તે પૂર્વજન્મની વાતો પણ યાદ આવે; નહિતર ભૂલી જવાય.
પૂર્વજન્મ સ્મૃતિને બીજો પ્રસંગ છે–ચિત્ત અને સંભૂતિને. તે બને ભાઈઓ હતા. પાંચ પાંચ જન્મથી તેઓ એક જ ઘરે જમ્યા હતા. સાથે રહ્યા હતા. પણ છઠું ભવે અલગ-અલગ ઘરે તેમણે જન્મ લીધે. કારણ કે એકમાં આસક્તિ હતી, બીજામાં અનાસક્તિ હતી.
છા ભવમાં ચિત્ત એક નગર શેઠને ત્યાં પુત્ર રૂપે જન્મ્યા. ત્યાં તેનું પાલણ-પોષણું સારી રીતે થયું. તેને જ્ઞાન–ધ્યાનમાં વિકાસ કરવાના સાધનો મળ્યાં અને તેણે વિકાસ સાધ્યો. એક વાર ચિત્ત એક મુનિનું પ્રવચન સાંભળવા ગયા. ત્યાં તેને પૂર્વજન્મની સ્મૃતિ થઈ આવી. તેથી તેને વૈરાગ્ય થયો અને તેણે મુનિદીક્ષા લીધી. સાથે જ તેને પિતાને ભાઈ સંભૂતિ મળે તે તેને પણ વૈરાગ્ય પમાડવાની ઈચ્છા પ્રબળ થઈ
સંભૂતિ બ્રહ્મદત્ત ચક્રવર્તી રાજા રૂપે જન્મ્યો. તેને બધા પ્રકારની સાહ્યબી મળી. તે એમાં જ મગ્ન રહેત. એક વાર તે એક બગીચામાં બેઠે બેઠે આનંદ માણતા હતા કે તેણે એક ફૂલને ગુચ્છ છે. તે જોઈને તેનું ચિત્ત વિચારના ચકડોળે ચડ્યું. તેણે જે કે એ ગુનો પહેલીવાર જે નહોતે તે છતાં તેને થયું કે “આવું મેં કયાંય પહેલાં જોયું છે”
આંતરિક આંદોલન જામતી જાગતાં અનેક નવીન સંસ્મરણો તાજા થવા લાગ્યાં. તેમાંથી તેને પોતાના પૂર્વભવની સ્મૃતિ થઈ. પાંચ-પાંચ જન્મ લગી બંને ભાઈ તરીકે રહ્યા-હવે તે ભાઈ કયાં હશે? તેને મળવાની તાલાવેલી એના હદયમાં લાગી. એટલે તેને શોધી કાઢવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com