________________
૧૫૩
છું એ જ વિચાર કરીને રહી જાય છે. પછી તેને થાય છે કે આ શરીર તે નશ્વર છે તે હું કોણ છું ? ત્યારે એ વિચારે છે અને બધી ભૂમિકા વટાવીને છેવટે તેને ખ્યાલ આવે છે કે હું અનંત શક્તિવાળો ચેતન છું.
પછી તે પ્રશ્ન પૂછે છે હું કયાંથી ? ક્યાંથી આવ્યો? મારું ખરું સ્વરૂપ શું છે ? આ બધા સંબંધે અને વળગાડે સ્થાયી કે અસ્થાયી! એ સંબંધો જાળવવવા કે છેડવા ? અથવા નિર્લેપતા જ જાળવવી. આ બધા વિચારે આનંદમય કોષની ભૂમિકાવાળી વ્યક્તિને આવે છે.
ત્યાં તેને આત્માનાં દર્શન થાય છે-સાક્ષાત્કાર થાય છે. કેટલાક ઉચ્ચ સાધને અવ્યક્તબળ ઉપર થતા પૂર્વક ટકી રહેવાની અન્તઃપુરણ થાય છે. તેથી તેને આત્માના સ્વરૂપનું કદ બાન થઈ જાય છે. આત્મ સાક્ષાત્કાર એટલે કોઈ સ્થળ વસ્તુના દર્શન થતાં નથી. પણ તેને અંતરમાં પોતાના આત્માનાં દર્શન થાય છે. ત્યારપછી તે બહારની વસ્તુઓ સાથે સંબંધ રાખવા છતાં અંતરની સ્મૃતિને ચૂકતો નથી. તેનું આત્મનિરીક્ષણ શરૂ થાય છે. આત્માના શુદ્ધ સ્વરૂપ આગળ આ બધી બાબત-દે વગેરે ક્યાંથી હોઈ શકે! બીજાના દે એ મારા દેવો છે તેને દૂર કરવા જોઈએ. આમ તે પિતાની શુદ્ધિ કરનો જાય છે. તે સતત આત્મસ્મૃતિમાં ડૂબેલો જ રહે છે. અહીં દોષો આવીને તેના સ્પર્શથી શુદ્ધ થઈ જાય છે.
આમાની એ મસ્ત દશા :
આવી અન્તરકુરાથી આત્મસાક્ષાત્કાર જેને થાય છે તેની મસ્તદશા કેવી હોય છે તેને એક શાસ્ત્રીય પ્રસંગ જોઈએ.
અગાઉ એક વિષયના પ્રવચનમાં કે શાંબી નગરીમાં પ્રભૂતધન સચય નામના શ્રેણી પુત્રને થયેલ સ્વતઃ અન્તઃસ્કુરણની વાત કરી હતી. અંતે
જ્યારે તેને સંયમ માર્ગે ગયા ત્યારે અનાથી મુનિના નામે પ્રસિદ્ધ થયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com