________________
૧૫૪
એકવાર વિહાર કરતા તેઓ મંડીકુક્ષિત નામના ચૈત્ય ઉદ્યાનમાં સાંતભા બેઠા હતા. ત્યાં મગધ સમ્રાટ શ્રેણિક (બિંબસાર) આવ્યા. આ મુનિને દીપમાન અને ચુંબકની જેમ આકષી લેતો ચહેરો જોઈને સમ્રાટ તેમની નજીક જાય છે–વંદન કરે છે.
સમ્રાટ શ્રેણિકને બહુ આશ્ચર્ય થાય છે કે આ તેજસ્વી યુવક અને ભવ્ય ચહેરાવાળે પુરુષ જુવાનીમાં શા માટે સાધુ બની ગયા હશે? એને શું દુખ હશે? એનાં શરીરને પૂરાં કપડાં નથી ! બીજા કોઈ સુખસગવડનાં સાધને પણ નથી ! એ કંટાળીને તો ઘેરથી નહીં નીકળ્યો હેયને! રાજા તરીકે મારી ફરજ છે કે મારા રાજ્યમાં જે કોઈ દુઃખી હોય તો તેની સંભાળ લેવી.
તેથી શ્રેણિક રાજા તે મુનીને પૂછે છે! “તમને જોઈને તમારા પ્રતિ મને બહુ માન ઉપજે છે. તમારા રૂપ, યૌવન અને કાંતિ જોતાં તમે શા માટે આ કષ્ટકારી ભાગ લીધે છે તેની સમજણ પડતી નથી. તમને કંઈક દુઃખ છે! જે તમે મને કહેશે તો તે હું દૂર કરી શકીશ. ચાલો મારી સાથે બધી સુખસગવડે ભોગ !”
અનાથી મુનિ તે સાંભળી રહે છે. તેમને આત્મસાક્ષાત્કાર થઈ ચૂક હોય છે એટલે તેઓ શ્રેણિકને પોતાની તરફ આકર્ષી શકયા. પણ તેઓ એની ભૌતિક સંપત્તિની લાલચે તરફ જરાયે લલચાતા નથી. તેઓ મૌન રહે છે.
શ્રેણિક રાજા ફરી પૂછે છે: “હું રાજા છું–મને કહે તમે શેની શોધમાં છો? હું તમને તે અપાવી દઈશ.”
અનાથી મુનિએ કહ્યું: “રાજન ! હું તે અનાથ છું–નાથની શોધમાં છું એટલે મારું નામ પણ મેં અનાથી રાખ્યું છે!”
રાજાને થયું કે આના કોઈ નહીં હોય! બસ, એટલી જ વાત હતી તે તેને તે દૂર કરી શકાય. તેણે કહ્યું: “ચાલે! હું તમારે નાથ બનીશ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com