________________
૧૫૬
છે પણ આ શરીર-ઈન્દ્રિય અને મન સાથે યુદ્ધ કરતા નથી. તેથી જ ઘણું અનુભવો પછી જૈનસૂત્રે કહે છે:
अप्पाणमेव जुजझाहि किं ते जुजझेण बजझयो
–તું પિતાના ગણાતાં ઈન્દ્રિય-મન વગેરે સાથે યુદ્ધ કર ! આત્મતત્વને પ્રકાશમાન રાખ! બહારનાની સાથે યુદ્ધ કરવાથી શું ફાયદો? * અંતે હું ખૂબ ઊંડે ઊતરત ગયે અને મને થયું કે જેને હું બહાર શોધું છું તે મારી અંદર પડ્યું છે. મને શાંતિ મળી ગઈ. હું તપ્ત થઈ ગયો. મને બહારની વસ્તુ જોઈતી નથી.
આવી આત્મસ્મૃતિની મસ્ત વાણી સાંભળીને રાજા શ્રેણિકને સત્ય સમજાઈ ગયું. તેને સંતોષ છે. તેણે મુનિને વંદના કરી તેમજ તકલીફ આપ્યા બદલ ક્ષમા માંગી તે પિતાના સ્થાને ગયો.
અહીં એક વિશેષ વાત એ પણ સમજી લેવી જોઈએ કે કેટલા સ્વાથી કે એવો અર્થ તારવે છે કે માતા-પિતા, સગાં-વહાલાં સૌ સ્વાથી છે, મતલબી છે. એમને છોડવાથી જ શાંતિ મળે છે–પણ એ અર્થ બરાબર નથી. જ્યારે એમને અને બાહ્ય-વસ્તુઓને આધાર માની
જ અનાથી મુનિની કથાને સારાંશ એ છે કે તેમને દારુણ વેદના જાગે છે. મા-બાપ, પત્ની-પુત્ર, ભાઈ-બહેન બધાં સંવેદના પ્રગટ કરે છે પણ દઈ ઘટતું નથી. વૈદક અને અન્ય પ્રકારના ઈલાને પણ વેદનાને ઘટાડી શકતા નથી. તેનું દર્દ અસહ્ય થઈ જાય છે. બધાં દુઃખમાં હમદર્દી ભરીને રહી જાય છે. તેમને પણ થાય છે કે હવે કંઈ બચવાને નથી. તેથી એક પાછલી રાતે જાગીને સંકલ્પ કરે છે કે જે હું સાજો થઈશ તે બધાને ત્યાગ કરીને સત્ય શોધવા નીકળી પડીશ. યોગાનુયોગ તેમને સારું થાય છે અને ધરવાળાની બધી પ્રાર્થના આજીજીને બાજુએ રાખી તેઓ સાધુ બનીને ચાલી નીકળે છે. ત્યાં તેમને પ્રેણિકરાન મળે છે અને નાથ-અનાથ અંગે સારી એવી પ્રશ્નોત્તરી થાય છે. તેનું વર્ણન જેનસૂત્ર ઉત્તરાધ્યયનમાં મળે છે.
સપાદક.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com