________________
૧૫૭
લેવામાં આવે છે અને એમની પાસેથી અમૂક અપેક્ષા રાખવામાં આવે છે અને એ અપેક્ષા પૂરી થતી નથી ત્યારે દુઃખ થાય છે. પણ જે નિષ્કામભાવે-અનાસક્ત થઈને રહે અને અપેક્ષા ન રાખે તે આપમેળે એમનામાં પણ કર્તવ્યભાવના જાગૃત થશે. ટૂંકમાં, સગાંવહાલાંમાં પણ આત્મસ્વરૂપ જોવું જોઇએ. તેમનું અસલી સ્વરૂપ જોઈએ; ત્યારે એ બધાં વળગાડરૂપે નહીં લાગે.
ઉપનિષદમાં આ અંગે એક સુંદર પકયા આવે છે –
નચિકેતા નામને એક સત્યાથી જિજ્ઞાસુ નાનું બાળક હતે. એક દી તેણે જોયું કે તેના પિતા, પિતાના ગુરુને નબળી ને હાડપિંજર જેવી ગાયે દાનમાં આપતા હતા. ત્યારે તેણે વિરોધ કર્યોઃ “બાપા ! અભ કેમ કરે છે? નબળી ગાયો શા માટે દાનમાં આપે છે. કોને આપશો ?”
ત્યારે તેના બાપાએ ગુસ્સે થઇને કહ્યું: “તને પણ યમને દાનમાં આપે !”
છોકરો ત્યાંથી રવાના થઈને યમ પાસે છે. યમરાજ ત્રણ દિવસ માટે બહારગામ ગયા હતા એટલે છોકરો અંદર શી રીતે જાય? તે ભૂખ્યા તરસ્યો ત્રણ દિવસ સુધી યમલોકની બહાર બેઠે રહો.
યમરાજ આવ્યા. તેમણે પૂછ્યું: “અરયા ! તું કોણ છે! અહીં શા માટે બેઠે છે!”
ત્યારે નચિકેતાએ કહ્યું “મને મારા બાપાએ તમને સે છે, માટે આવ્યો છું. હવે તમે કહે તે પ્રમાણે મારે કરવાનું છે !”
યમરાજને તેની તપસ્યા અને પ્રસન્ન મુખાકૃતિ જોઇને હર્ષ થશે. તેમણે કહ્યું: “વત્સ ! તને જોઈને હું હર્ષ પામ્યો છે. જે તે માગી લે! તને ત્રણ વરદાન આપું છું.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com