________________
૧૫૦
છે–બાળકોનું શું ? પત્નીનું શું? આવી સ્મૃતિ પશુઓમાં પણ હોય છે. મનુષ્યમાં વિશેષ વિકસિત હોય છે. આ ભૂમિકામાં છવ પિતાનાથી આગળ વધી વંશ-કુટુંબ સુધીનું વિચારે છે. * મનમય કેષની ભૂમિકા : કુટુંબ પછી ગામની, જ્ઞાતિની કે સમાજની સ્મૃતિ આવે છે. હું જે ગામમાં રહું છું. જે જ્ઞાતિમાં રહું છું તેનું મારે કંઈ કરવું જોઈએ અથવા મારે સમાજના કાયદામાં રહીને ચાલવું જોઈએ; એવી ભાવના મનમય કોષમાં હોય છે. આમાં પ્રાંત, સમાજ, રાષ્ટ્ર વગેરેના હિતની ભાવનાને પણ સમાવેશ થઈ જાય છે.
આ ભૂમિકામાં પહોંચેલ વ્યક્તિ જે સાધક હોય તે તે આજીવિકા માટે અનર્થ કરતો નથી, વધારે પરિગ્રહ રાખતા નથી, ગૃહસ્થ હેઈને પણ અનાયાસે બ્રહ્મચર્યનું જતન કરી શકે છે. મને મય કોષની ભૂમિકામાં સ્મૃતિને વળાંક સ્વ ઉપરથી વિશ્વ ભણી વળે છે.
વિજ્ઞાનમય કોષની ભૂમિકા : આ ભૂમિકામાં સાધકની સ્મૃતિ પરિપકવ થઈ જાય છે. એટલે તે સાચું અને તાત્કાલિક નિર્ણય કરી શકે છે. “મારાથી આ થાય, આ ન થાય”, “આ મારું કર્તવ્ય છે, આ મારું કર્તવ્ય નથી', આમ તેની સ્મૃતિને ઘણે વિકાસ થાય છે. આમાં માણસ એવી વાતો યાદ રાખી શકે છે કે હું ઊંચે જવા સર્જાયો છું એટલે મારે એવી વાતો યાદ રાખવાની છે કે જેથી, હું વૃત્તિ કે આવેગોને આધીન થયા વગર અંતરાત્મામાં ઊંડે ઊતરી શકું !” વૃત્તિને આધીન સ્મૃતિ એટલે કે કેઈએ ઠપકો આપ્યો કે મેણું ટાણું માર્યા તે યાદ રાખવાની વૃત્તિ. આ છીછરી સ્મૃત્તિ છે અને ભૂલવા જેવી છે. બીજા મુશ્કેલીમાં ન મુકાય, તેવી રીતે વર્તવું કે બીજાની મુશ્કેલીઓ દૂર કરવી એવી સ્મૃતિ અન્ત-સ્મૃતિ છે. આવી સ્મૃતિ વિજ્ઞાનમય કોષમાં સહજ રીતે થાય છે.
આનંદમય કોષની ભૂમિકા :
વિજ્ઞાનમય કોષથી માણસ આગળ વધે છે એટલે આનંદમય કોષની ભૂમિકા આવે છે. ત્યાં તેને બાહ્ય દેશે સ્પર્શતા નથી; રાગદ્વેષ સ્પર્શતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com