________________
૧૩૮
નાબૂદ કરવા તૈયાર થઈ ગયા. આમાં ભગવાન મહાવીરની વિશ્વાત્મા પ્રત્યે એટલી તીવ્ર શ્રદ્ધા હતી, એટલે જ આ કામ પૂરું થયું. આમ વ્યક્ત અને અવ્યક્ત જગતને મેળ પડી ગયે. ચેતનાની એકાગ્રતાથી જ એટલે કે આંતરિક અવધાનથી ! અભિગ્રહ તે એમને બાહ્ય પ્રયોગ હતે.
એટલે અહીં અવધાનને અર્થ થાય છે અવ્યક્ત જગતની સ્મૃતિમાં જે ચીજ પડેલી છે તેને એકાગ્રતા વડે બહાર લાવવી. અથવા આજુબાજુના જગતની સ્મૃતિને ધારણ કરવી; કેન્દ્રિત કરવી. જે કાંઈ પિતાને મળ્યું, તે ધારણ કરી રાખ્યું છે તે જ્ઞાનને આખા જગતને આપવું; બહાર લાવવું-પ્રગટ કરવું, તેને પણ આંતરિક અવધાન કહી શકાય. આમ બાહ્ય-અવધાનની શક્તિને અંતરાભિમુખ કહી, જ્ઞાન, તપ, સંયમને ઉન્નત કરવાં એ જ આંતરિક અવધાનનું રહસ્ય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com