________________
૧૩૭
પિતાના બાપુજી માની પિતે તેમના પગ દેવા મંડી. પગ ધતી વખતે તેના વાળ વારે ઘડીએ પાણીમાં પડી જતા હતા શેઠે હાથથી તેના વાળ ઉંચા કર્યા. બસ, બળતામાં ઘી હોમાયું.
એટલે એક દિવસ જ્યારે શેઠ બહારગામ ગયેલા હતા ત્યારે તક જોઈને શેઠાણુએ ચંદનબાળાના હાથે પગે બેડીઓ નાખીને તેના મસ્તકનું મુંડન કરાવીને સેંયરામાં પૂરી દીધી. જ્યારે ત્રણ દિવસે શેઠ પાછા ફર્યા અને તેમણે ચંદનબાળાને બુમ પાડી. પણ, કોઈ જવાબ ન મળે.
શેઠે મકાનની તપાસ કરી. શેઠાણું ત્યાં આવ્યાં નહતા. તેઓ દરેક ખંડના દ્વાર પાસે જઈને ચંદના-ચંદના બુમ પાડવા લાગ્યા. અને ભયરા પાસેથી ધીમો અવાજ આવ્યો. શેઠે ભયરૂ ઉધાડ્યું. ત્રણ દિવસની ભૂખી ચંદનબાળા છે એમ જાણી ઘરમાં તપાસ કરે છે તે અડદના બાકળા બહાર રાખેલા મળે છે. તે તેને આપે છે અને લુહારને બેડી–હાથકડી તેડવા માટે બેલાવવા જાય છે.
ભૂખી ચંદનબાળા, અડદના બાકળા હાથમાં લેવા જાય છે. ત્યાં જ ભિક્ષાને અભિગ્રહ ધારણ કરેલ ભગવાન મહાવીર પધારે છે. તેમને જોઈને તે બહુ જ હર્ષિત થાય છે. ભગવાનની બધી વાતે પૂરી હોય છે, પણ એક નથી થતી. આંખમાં આંસુ. મહાવીર પાછા ફરે છે અને ચંદનબાળા પોતાને અભાગણ સમજીને આંસુ સારે છે. મેં માંથી સીસકારે નીકળે છે. પ્રભુ પાછા વળી જુએ છે. તેમનો અભિગ્રહ પરો. થાય છે અને ચંદનબાળાના હાથેથી અડદના બાકળા વહારે છે. ભગવાન મહાવીરને ૫ માસ અને ૨૫ મે દિન પારણું થાય છે અને ચંદનબાળાને ત્રણ દિવસના ઉપવાસનું પારણું થાય છે. કેવો એ સુયોગ થાય છે !
અહી ૫ માસ ૨૫ દિવસમાં ભગવાન મહાવીરના ચેતનના આંદોલનની અધ્યક્ત રીતે એ અસર થઈ કે આખો સમાજ દાસ-દાસી વિક્રયના અનિષ્ટ પ્રત્યે કેંદ્રિત થઈ ગયો અને તે અમાનવીય કર પ્રથાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com