________________
[ ૮ ] સ્મૃતિ-વિકાસના વૈજ્ઞાનિક ઉપાયે
સ્મૃતિ-વિકાસ કેટલીક વ્યક્તિ માટે સહજ ડાય છે. તેમને કુદરતી રીતે સ્મૃતિના વિકાસ થઈ જાય છે; અગર તે થોડાક પ્રયત્ને કે ઉપાયાથી અનાયાસે તેમની સ્મૃતિનાં બારણાં ઉડી જાય છે; પણ કેટલીક વ્યક્તિ એવી હાય છે કે જેમની સ્મૃતિ સુષુપ્ત અવસ્થામાં હાય છે, તેને જગાડવા અને જો કાંઈક બગાડ થયેા હોય તે સુધારવા માટે વૈજ્ઞાનિક ઉપાયે વર્ડ પ્રયત્ન કરવા પડે છે.
સ્મૃતિવિકાસ તદ્દન અસાધ્ય તેા નથી જ કેટલાક માટે તે સુસાધ્ય છે; કેટલાક માટે દુ:સાધ્ય છે. જ્યારે સ્મરણશક્તિ મંદ પડે છે ત્યારે મનાય છે કે તેનું મરણ નજીક આવી રહ્યું છે. ગીતામાં કહ્યું છે:-~~
स्मृति भ्रंशात् बुद्धिनाशौ, बुद्धिनाशात्प्रणश्यति
સ્મૃતિને લે।પ થવાથી બુદ્ધિને નાશ થાય છે અને મુદ્દે ન થવાથી માણસ નષ્ટ થઈ જાય છે. દરેકમાં મરણુ શક્તિ તે સ્વાભાવિક રીતે પડેલી જ હોય છે; કદાચ તે મદ દશામાં પણ હાય. પશુ, સદંતર સ્મરણ શક્તિનો અભાવ, ચમત્કાર જ ગણાશે. જેમની સ્મરણુશક્તિ મદ છે તેમને તે વિકસાવવા માટે નીચેના વૈજ્ઞાનિક ઉપાયાના આધાર સેવા જોઈ એ.
એકાગ્રતા :
સ્મૃતિ વિકાસ માટે સૌથી અસરકારક ઉપાય એકાગ્રતા છે. એકાગ્રતા આવવાથી માણસ કાઈ પણ વિષયમાં ઊંડા ઊતરી શકે છે અને ઊંડાણથી સ્મરણ કરી શકે છે. આ એકામતા કાની હોવી જોઈ એ ? ખાસ કરીને તે। મનની એકામતા સાધવાની હોય છે પણ તે માટે સર્વપ્રથમ શરીર અને ઇન્દ્રિયોની એકાગ્રતા આવશ્યક અને સહાયક છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com