________________
૭૭
નરકમાં, નારકીયામાં મતિ, શ્રુત અને અવધિ ત્રણ જ્ઞાન ભલે ઉલટાં હાય. તે હાય છે તેથી તેમની સ્મૃતિ ખુબજ તીવ્ર હોય છે, પણ તે તીવ્ર સ્મરણ શક્તિ તેમને પૂર્વના વેરેનું સ્મરણ કરાવી પરસ્પરમાં બાઝવા લડવા માટે વપરાતી હોય છે.
પણ, તેના બદલે બુદ્ધિ વડે થતી તીવ્ર સ્મૃતિ જો સ્ત્ર-પર કલ્યાણના કાર્યમાં ઉપયાગમાં આવે તે વિશ્વમાં અનાયાસે સુખ શાંતિ થાય ! બુદ્ધિની કાર્યક્ષમતા વધારવા માટે નીચેના આઠ ગુણાને પણ વધારવા જરૂરી છે.
शुश्रुषा, श्रवणं चैव ग्रहणं, धारणं तथा, उहापोहा ऽर्थविज्ञानं तत्त्वज्ञानं च धीगुणाः
(૧) સાંભળવાની ઈચ્છા, (૨) સાંભળવું (૩) વિષયને ગ્રહણ કરવે (૪) વિષય ન ભૂલાય તે રીતે મગજમાં સ્થિર ધારણ કરવા, (૫) જાણેલા વિષયના આધારે બીજા વિષયાને વ્યાપ્તિ દ્વારા યુક્તિથી ચિતવવા (૬) શાસ્ત્રની ઉક્તિ અને યુક્તિ વડે વિરુદ્ધ વિષયને હટાવવા. (૭) ઉહાપાહ દારા સંશય વિષય અને અધ્યવસાય દુર કરીને અને ગ્રહણ કરવેશ, તેમજ (૮) ઉહાપાલ દ્વારા નિીત અજ્ઞાન વિષે નિશ્ચય થવું. આ આઠ ગુણા બુદ્ધિના છે. તેને કેળવવાથી બુદ્ધિ તીક્ષ્ણ અને શક્તિશાળી બનશે.
ચિત્ત અને તેની કાર્યક્ષમતા
તીક્ષ્ણ બુદ્ધિ હોવાથી સ્મૃતિની ત્રીજી ભૂમિકાએ પહોંચ્યા બાદ ચેથી ભૂમિકા આવે છે ધારા. તેના માટેનું સાધન ચિત્ત છે. બુદ્ધિને મગજ સાથે સબંધ હૈાય છે ત્યારે ચિત્તના સબંધ હૃદય સાથે હોય છે. કેટલાક લોકો ચિત્તને હૃદય પણ કહે છે. બુદ્ધિ જ્યારે વધે છે અને હ્રદય પાછળ રહી જાય છે ત્યારે તર્ક વધે છે અને શ્રદ્ધા ઘટે છે. માણુસ એકલા તર્કના કારણે ઉલટા રસ્તે વહેલા ચઢી જાય છે. આ અસમતુલાને કુર કરવા કરવા માટે બુદ્ધિ અને હૃદયની સમતુલા જાળવવી જોઈએ. અતિશ્રદ્ધાના કારણે વહેમ, અવિશ્વાસ કે પામરતામાં ન પડવું, અતિતક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com