________________
લખે. પછી દષ્ટિ સ્થિર કરી દરેક વ્યંજન ઉપર એક એક એવા શબ્દની કલ્પના કરો, જેને શરૂઆતનો વર્ણ તેજ વ્યંજન હોય. દા. ત. “ક”
વ્યંજનથી શરૂઆત કરે તો કમલ, કપિ, કવિ, કપિલ, કટિ, કટાહ, કળશ, કલા વગેરે. એમ ખ–ગ-વગેરે દરેક વ્યંજનની શરૂઆત કરીને શબ્દો બોલતો જવા. રોજનાં અભ્યાસથી જે દૃષ્ટિ પહેલાં આમ-તેમ ફરતી હતી. ચંચળ હતી તે ધીમે ધીમે સ્થિર થતી જણશે; દષ્ટિ સ્થિર થવાથી મન સ્થિર થશે અને તેની સાથે કલ્પનાશક્તિ પણ વધશે.
(૮) વ્યસન વડે એકાગ્રતા કેટ નિષેધ : આ રીતે એકાગ્રતાના અનેક સાધનો છે. તેના વડે મનને વિષય ઉપર ગતિશીલ રાખી શકાય છે. જેટલા લોકોએ પ્રયત્ન વડે
સ્મૃતિને વિકાસ કર્યો છે તેનું મૂળ આ છે. ઘણી વ્યક્તિઓ વ્યસનથી મનને એકાગ્ર કરે છે. જેમકે ઘણું બીડી-સિગરેટ પીને મનને એકાગ્ર કરે છે. ઘણાં ગી-બાવાઓ ગાંજો, ભાંગ, ચરસ, ચીલમ, અફીણ વગેરે પીને મનને એકાગ્ર કરે છે. વ્યસન કરતાં એકાગ્રતા માટે સાત્વિક ઉપાય સારા. વ્યસનો નાનાં હોય કે મોટાં પણ અશુદ્ધ સાધનો છે. તેમનાથી શુદ્ધ સાધ્ય પામી શકાતું નથી, એટલું જ નહીં કુટેની પરેશાની પણ વધતી જાય છે.
(૪) યમ-નિયમ વડે એકાગ્રતા : ભારતના મહાન દાર્શનિક વાચસ્પતિમિશ્ર લગ્ન કરીને આવ્યા. તે દિવસથી બ્રહ્મસૂત્ર ઉપર ટીકા લખવા લાગ્યા. પિતાના આ કાર્યમાં એટલા બધા એકાગ્ર થઈ ગયા કે તેમનાં પત્ની સાંજે દીવો પેટાવા આવતાં પિતાને ભોજન પીરસતાં તોય તેમનું ધ્યાન તે બાજુ જતું નહોતું. બાર-બાર વરસના વહાણાં વહી ગયાં. એક દિવસ દીવો ઓલવાઈ ગયો હતો તે ફરીથી પેટાવવા જ્યારે તેમનાં પત્ની આવ્યાં ત્યારે તેમનું ધ્યાન તેના ચેહરા તરફ ગયું. અને કહ્યું તમે કોણ..“તમારી પત્ની છું. !” “તે આટલા વરસ થયા તોય તમે કોઈ દિવસ વાત ન કરી !” “ હું જાણતી હતી કે તેમ કેટલું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com