________________
૧૯
પુન: સ્મરણ વખતે નડે છે. કોઈ વસ્તુને યાદ કરતી વખતે એકલ્પનાએ મગજમાં એક સાથે દાડે છે. એક સ્પષ્ટ અને બીજી અસ્પષ્ટ, એકાગ્રતાના અભાવે કાઈ નિશ્ચય ન થયો એટલે પુનઃ સ્મરણુ વખતે અસ્પષ્ટ કલ્પના તરી આવી; સ્પષ્ટ કલ્પના મંદ પડી ગઈ.
એક વખત એક મુનિને ૫-૭ માઈલને આંતરે ગામ હતુ ત્યાં જવું હતું. પેલા ગામના લોકોને પૂછ્યું કે, “તે ગામનું નામ શું છે ? ''
re
ગામના લોકોએ કહ્યું : “ પહેલાં અમુક નામનું ગામ આવે છે પછી એક માઈલના અંતરે બીજુ લાણા નામનું ગામ આવે છે.” ગામનું નામ ગ્રહણ કરતી વખતે મુનિના અન્ય મનસુબાને લીધે પછીના ગામનું નામ પહેલું અને પહેલાંના ગામનું નામ પછીના યાદ રહી ગયું. મુનિજી પછીનાં ગામે પહોંચ્યા અને ત્યાં જઈ તે તેમણે પૂછ્યું, આ લાણું ગામ તે?”
<<
લોકાએ કહ્યું: “આપદ ! આપ એ ગામ તે એક માઈલ પાછળ મૂકી આવ્યા.”
ઃઃ
એવી જ રીતે ઘણી વાર નામ અને નબર સરખાં યાદ રહેતાં નથી તેના કારણે પુનઃ સ્મરણ વખતે અન્ય સ્મરણુ થઈ જાય છે અને તેના કારણે માણુસને ભેાંઠા થવું પડે છે.
અનધ્યવસાય :
એ પણ ગ્રહણ સમયે પૂરી રીતે નિશ્ચય નહીં કરવાથી થાય છે. તેથી પુનઃ સ્મરણ વખતે અડધુ યાદ આવે છે અને અડધું યાદ આવતું નથી. કેટલીક વાર અત્યંત મહત્વની વસ્તુ માણસ કહેવા ઇચ્છે છે પશુ ગમે તેટલા પ્રયત્નો કરવા છતાં તે પૂર્ણરૂપે યાદ આવતી જ નથી. અપૂર્ણ વાતનુ મહત્ત્વ નથી.
અનધ્યવસાયને અભાવ પણ કહી શકાય. ભાવપૂર્વક વસ્તુ ગ્રહણુ કરવામાં આવે તો તેનુ પુનઃ સ્મરણુ બરાબર ચાય. ત્યારે અભાવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com