________________
૭૦
એટલે કે ૫ મહાભૂત, (૬) અહંકાર, (૭) બુદ્ધિ (૮) અવ્યકતું, (૯-૧૪) ૫ જ્ઞાનેન્દ્રિય, (૧૫-૧૮) ૫ કર્મેન્દ્રિય, (૨૦) મન. (૨૧-૨૫) પાંચ ઈન્દ્રિય વિષય, (૨૬) ઈચ્છા (૨૭) દ્વેષ, (૨૮) સુખ (૨૯) સંઘાત, (૩૦) ચેતન, (૩૧) વૃતિ. એમ ૩૧ તત્વ સવિકાર ક્ષેત્ર શરીરનાં છે. આ ૩૧ તોથી માનવદેહ બનેલું છે. કેટલાક આની સાથે કરમું ચેતના તત્ત્વ જોડીને તેને ૩૨ કરે છે.
આ તો બતાવવાનો આશય એ છે કે માનવ જીવનની સાથે આ બધાનો સંબંધ છે. ગીતામાં એમ પણ કહેવામાં આવ્યું છે કે શરીરથી ઈન્દ્રિય પર છે, તેથી પર મન છે, મનથી પર બુદ્ધિ છે અને બુદ્ધિથી પર આત્મા છે. મતલબ કે આ બધા સાધને કરણ ઉપકરણોનો આત્માની સાથે સંબંધ છે.
આ તત્ત્વોને ટુંકમાં જૈનદર્શને સાત તો રૂપે રજુ કર્યા છે. (૧–૫) ૫ ઈન્દ્રિય (૬) મન અને (૭) આત્મા. સ્મૃતિને મનના ગુણ તરીકે કહી છે. પણ, મનને બુદ્ધિની સાથે સંબંધ બતાવવા માટે બે પ્રકારનાં મન બતાવ્યાં છે. (૧) દ્રવ્ય મન (૨) ભાવ મન. ભાવમન, ચેતન સાથે સીધે સંબંધ ધરાવે છે. અને દ્રવ્યમાન બાહ્ય શરીર સાથે મુખ્ય સંબંધ ધરાવે છે. ઈન્દ્રિયોનું મૂળ ચેતન છે. ઘણીવાર બાહ્ય ઈન્દ્રિયોથી વિષય ગ્રહણ થતો નથી. જેમકે કેટલાક લોકો કાનથી નથી સાંભળતા, આંખથી નથી જોઈ શકતા છતાં એક એવું તત્ત્વ છે જેના વડે તે વિષયને ગ્રહણ કરી શકે છે. તેને જૈનદર્શનમાં ભાવમન કહેવામાં આવે છે.
કુમારી હેલન કેલર માટે કહેવાય છે કે તે બોલનારનાં હોઠ ઉપર આંગળી મૂકીને તેનો કહેવાને ભાવ સમજી જાય છે. પં. સુખલાલજી પ્રજ્ઞાચક્ષુ છે. તેમને દર્શન શાસ્ત્રનું અગાધ જ્ઞાન છે. તેમની સ્મૃતિને સારો વિકાસ થયો છે તેનું કારણ તેમની અન્ય ઈન્દ્રિ અને ભાવમનને વિકાસ થયેલ છે. જેનદર્શન કહે છે કે મતિ જ્ઞાનાવરણીય કર્મના
ક્ષયોપશમ કે ક્ષય દ્વારા એટલું ગ્રહણ કરી શકાય છે. સ્મૃતિ પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com